ભરૂચ પંથકમાં જલારામ બાપાની જન્મજ્યંતીની ઉજવણી ખૂબ ધામધૂમથી અને કોરોના ગાઈડલાઈનનું પાલન કરી કરવામાં આવી હતી.
ભરૂચ શહેરના વિવિધ મંદિરોમાં પૂજા અર્ચનાના કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. ભાવિક ભક્તોની સવારથી જ મંદિરોમાં ભીડ જણાઈ હતી. ભરૂચ જિલ્લામાં મોટી સંખ્યામાં જલારામ બાપાના ભકતો છે જેથી જલારામ જ્યંતી ધામધૂમથી ઉજવાય હતી. જલારામ બાપા 222 વર્ષ પહેલા તા. 4-11-1799 અને વિક્રમ સંવંત 1856 ના કારતક સુદ 7 ના દિવસે ગોંડલ પાસે વીરપુરમાં તેમનો જન્મ થયો અને આજે લાખો લોકોના હૈયે વસતા પૂ.જલારામ બાપાની જન્મજયંતી કારતક સુદ-૭ ના દિવસે ધામધૂમથી ઉજવામાં આવી હતી. ગત વર્ષે કોરોના કાળને કારણે આ ઉજવણી થઈ શકી નહતી ત્યારે ભક્તોમાં આ વર્ષે ઉજવણીનો અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો છે. ભરૂચ શહેરના કસક સર્કલ નજીકના મંદિરે મહાપ્રસાદ, મહાઆરતી સહિતના કાર્યક્રમો યોજાયા હતા તેમજ શોભયાત્રાનું પણ ઉમંગભેર આયોજન કરાયું હતું. જલારામ બાપાની જન્મ જ્યંતી નિમિત્તે શહેરમાં સવારથી જ ભક્તોએ મંદિરોમાં દર્શન કરી પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી.