Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામની ઉમંગ લક્ષ્મી સોસાયટીમાં ચોરી કરી તસ્કરો ફરાર…

Share

અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામની ઉમંગ લક્ષ્મી સોસાયટીમાં આવેલ બે મકાનોને તસ્કરોએ નિશાન બનાવ્યા હતા અને લાખોની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.

આ બનાવ અંગે નોંધાયેલ પોલીસ ફરિયાદમાં ફરીયાદી અમિતાબહેન હિતેશ વસાવા ઘરકામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે. જેઓ ગત તારીખ ૭ મી નવેમ્બરના રોજ બપોરના સમયે પોતાના પિયર સુરત ખાતે ગયા હતા. તે દરમિયાન તસ્કરોએ તેમના ઘરની પાછળની બારીની ગ્રીલ તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને સોના-ચાંદીના ઘરેણા સહિત રોકડ રકમ મળી કુલ રૂ.૧ લાખ ૧૯ હજારથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. જ્યારે તસ્કરોએ સોસાયટીમાં રહેતા જીજ્ઞેશ વસાવાના મકાનને નિશાન બનાવી ચાંદી સહીત રોકડ મળી રૂ. ૬ હજારની ચોરી ફરાર થઇ ગયા હતા. આમ તસ્કરોએ એક જ સોસાયટીનાં બે મકાનમાંથી કુલ રૂ. ૧ લાખ ૨૫ હજારથી વધુનાં મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. ચોરી અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા પામી છે.

મુકેશ વસાવા : અંકલેશ્વર

Advertisement

Share

Related posts

આદિત્યા બિરલા પબ્લીક સ્કુલ દહેજમા ફ્રી વધારાના મુદ્દે યુથ કોંગ્રેસ નો હલ્લાબોલ

ProudOfGujarat

“સેવા સહાય ચેરીટેબલ ટ્રસ્ટ” દ્વારા પુર અસરગ્રસ્ત લોકોને રાહત સામગ્રીનું વિતરણ કરાયું

ProudOfGujarat

ભરૂચના દશાન ગામ ખાતે નવનિર્મિત પંચાયત ભવનનું લોકાર્પણ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!