ભરૂચ તાલુકાના નિકોરા ગામે આજે કારતક સુદ સાતમને જલારામ જયંતિના પાવન દિવસે આહીર સમાજ દ્વારા APL 14 ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટમાં ભરૂચ જીલ્લાભરમાંથી અલગ-અલગ વિસ્તારો અલગ-અલગ ગામડાઓમાંથી અને શહેરોમાંથી કુલ 32 ટીમોએ ભાગ લીધો છે. આહિર સમાજ દ્વારા દર વર્ષે અલગ-અલગ ગામડાઓમાં આયોજન કરવામાં આવે છે.
આ ક્રિકેટ ટુર્નામેન્ટના માધ્યમથી સમાજના યુવાનો વ્યસન મુક્ત રહે, એકબીજા પ્રત્યય આત્મીય ભાવ રહે, સમાજના યુવકો એકબીજા સાથે પરિચિત થાય એવા હેતુથી આહિર સમાજ દ્વારા દર વર્ષે અલગ-અલગ ગામડાઓમાં ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થાય છે જે આજે નિકોરા ગામે આહિર સમાજની કિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટ બાર દિવસ ચાલનાર છે જેમાં સમગ્ર ભરૂચ જિલ્લાભરમાં આહિર સમાજની કુલ 32 ટીમોએ ભાગ લીધો છે.
આજે કારતક સુદ સાતમને જલારામ જયંતિના પાવન દિવસે ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ ભરૂચના સનાતન ધર્મના ગાદીપતી પ.પૂ સોમદાસ બાપુ તથા નિકોરા ગામના સરપંચ હીરાભાઈ આહિર અને આહિર સમાજના આગેવાનો ઉપસ્થિત રહી દિપ પ્રાગટ્ય કરી ટુર્નામેન્ટનો પ્રારંભ કયો હતો.
જેમાં ભરૂચના સનાતન ધર્મના ગાદીપતિ પ.પૂ સોમદસ બાપુએ આ ટુર્નામેન્ટમાં રમવા આવનાર તમામ યુવકોને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી.
ભરૂચ : નિકોરા ગામમાં આહીર સમાજ દ્વારા APL 14 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું.
Advertisement