Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝઘડિયાની મુલદ ચોકડીના સર્વિસ રોડ પર કાર અને બાઈક વચ્ચે અકસ્માત : બે ઇસમોને ઇજા.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામે રહેતા કિશન રમણભાઈ ઠાકોર અને તેમના મામાનો છોકરો કિરણ ભગવાનભાઈ ગોવાલીથી તેમની બાઇક લઇ ઝાડેશ્વર ખાતે એટીએમમાંથી પૈસા ઉપાડવા નીકળ્યા હતા. મુલદ ચોકડીથી ભરૂચ જવાના સર્વિસ રોડ પરથી તેઓ પસાર થતા હતા તે દરમિયાન રોંગ સાઈડે આવતી એક કાર આ બાઈક સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈક સવાર કિશન તથા કિરણ નીચે પડી ગયા હતા. અકસ્માતમાં કિશનને ખભાના ભાગે તથા માથાના પાછળના ભાગે વાગ્યું હતું, અને પગનો ભાગ છોલાઈ ગયો હતો. કિરણને ડાબા જમણા પગે અને આંગળીમાં ફ્રેકચર થયું હતું તથા મોઢાના ભાગે છોલાઈ ગયુ હતુ. બંને ઇજાગ્રસ્ત ઇસમોને એમ્બ્યુલન્સ મારફતે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયા હતા. અકસ્માત બાબતે કિશન રમણભાઈ ઠાકોરે કારચાલક મનીષ મદનલાલ શર્મા રહેવાસી શ્રી ધામ સોસાયટી કડોદરા સુરત વિરુધ્ધ ઝઘડિયા પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરુચ

Advertisement

Share

Related posts

NDPS ના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી ડીંડોલી પોલીસની સર્વેલન્સ ટીમ

ProudOfGujarat

ઝઘડિયા જીઆઇડીસીની કંપનીમાંથી કાંસમાં ઠલવાતુ પાણી વરસાદી હોઇ શકે ? કે પછી વરસાદી પાણીના નામે પ્રદુષિત પાણી વરસાદી કાંસમાં ઠલવાય છે?

ProudOfGujarat

દેડીયાપાડા તાલુકાનાં ચોપડાવાવથી દેડીયાપાડા રોડ પર મોટરસાયકલ સ્લીપ થઇ જતાં ચાલકનું મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!