કોરોના મહામારી દરમિયાન બે વર્ષ સુધી દીપાવલી પર્વ ઉજવી શકાયો ન હતો તેથી આ વર્ષે જયારે હવે કોરોના નિયત્રંણમાં છે ત્યારે તંત્ર દ્વારા દીપાવલી પર્વ ઉજવવા અંગે કેટલીક શરતોને આધીન પરવાનગી આપવા છતાં દીપાવલી પર્વની ઉજવણી ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં ન થઈ. અલબત્ત કેટલાક વિસ્તારોમાં દીપાવલી પર્વની ઉજવણી અંગે ચોક્કસ ઉમંગ જણાયો તેમ છતાં હજી જેમણે કોરોના મહામારીમાં પોતાના સ્વજનો ગુમાવ્યા તેઓ શોકના વાતાવરણમાંથી બહાર આવી શક્યા નથી તેથી એમ કહી શકાય કે કોરોનાના પડછાયાના પગલે દીપાવલી પર્વ નીરસ સાબિત થયો તે સાથે મંદી અને મોંઘવારી જેવા ભંયકર આર્થિક પરિબળોએ પણ દીપાવલીની ઉજવણી પર અસર કરી જેના પગલે દીપાવલીની ઉજવણીમાં નીરસતાનું વાતાવરણ જણાયું હતું.
Advertisement