Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ તાલુકાનાં ગામોમાં ભૂંડોના ત્રાસથી ખેતરમાં ઉગેલા પાકને નુકસાન.

Share

ભરૂચ તાલુકાના હિંગલ્લા, સીતપોણ, હલદર, કુવાદર, ત્રાલસા કોઠી, પરીએજ અને બોરી ગામોમાં ભૂંડો દ્વારા ખેતરમાં ઉગેલા પાકને નુક્સાન કરતા હોવાના એક ખેડૂત દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા. અજીજ અહમદ શેરીવાલાએ મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે ખેતરમાં રખડતા ભૂંડોનો એટલો આંતક છે. ઉભા પાકને મોટાપાયે નુકસાન થઈ રહ્યું છે. કપાસ, તુવેર, શેરડી અને મોટા કપાસને ભૂંડો ભારે નુકસાન કરતા હોવાનું તેઓએ જણાવ્યું હતું.

જેવો પાક તૈયાર થાય કે તરત જ તેને ભૂંડો નુકસાન કરતા હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું. ભૂંડો દ્વારા ખેતરમાં થઈ રહેલા નુકસાનને કારણે ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાના કારણે તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવા અને ભુંડોના ત્રાસમાંથી મુક્તિ અપાવવા માંગ કરી હતી. સીમોમાં સરદારજી લોકો ભૂંડો છોડી જતા હોવાના ખેડૂતે આક્ષેપ કર્યા હતા. ખેડૂતના ખેતરમાં પાણી પીવડાવવા જાય છે તો ભૂંડો ખેડૂત સામે થઈ જતા હોવાનું તેઓએ મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું. ખેતરમાં પાણી ચાલતું હોય પાણીના પાઈપો ફાડી નાખતા હોવાના પણ આક્ષેપો કર્યા હતા. તો તંત્ર દ્વારા સીમોમાં રખડતા ભુંડોના ત્રાસમાંથી મુક્ત કરાવે એવી ખેડૂત દ્વારા માંગ કરાઈ છે.

યાકુબ પટેલ, પાલેજ

Advertisement

Share

Related posts

આદિવાસી – દલિત – બક્ષીપંચ સમાજના બંધારણીય અધિકારો માટે ગુજરાતની ભાજપા સરકારનો ઐતિહાસિક નિર્ણય

ProudOfGujarat

પંચમહાલ જીલ્લામા રક્ષાબંધન પર્વની ઉજવણી

ProudOfGujarat

સુરતની વી.ન.દ.ગુ.યુ. ના શિક્ષણ વિભાગમાં પર્યાવરણ અને કલાઈમેન્ટ ચેન્જ પર વ્યાખ્યાન યોજાયુ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!