ભરૂચની નજીક આવેલ નર્મદા ચોકડી વિસ્તારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે 2 આરોપીઓને એલ.સી.બી. પોલીસે ઝડપી પાડ્યા હતાં અને આશરે રૂ. 2 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યોં હતો.
એલ.સી.બી. પોલીસ દ્વારા ભરૂચ નજીક નર્મદા ચોકડી વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવેલ વિદેશી દારૂના બનાવ અંગે વધુ વિગતે જોતા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા આગામી દીવાળીના તહેવાર અનુસંધાને કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે રીતે અસરકારક અને પરીણામલક્ષી કામગીરી કરવા આપેલ સુચનાના આધારે પોલીસ ઇન્સપેક્ટર જે.એન.ઝાલાના માર્ગદર્શન મુજબ ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચની અલગ અલગ ટીમો બનાવી પ્રયત્નો હાથ ધરવામાં આવેલ હતા તે પૈકી ભરૂચ એલ.સી.બી.ની એક ટીમ ભરૂચ શહેર વિસ્તારમા નાઇટ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન મળેલ ચોક્કસ બાતમી આધારે ભરૂચ નર્મદા ચોકડી ને.હા.નંબર ૪૮ ભરૂચથી વડોદરા જતા રોડ પર બ્રીજના ઉત્તરના છેડા પાસે સર્વિસ રોડ પર ભારતીય બનાવટના વિદેશી દારૂ સહીત કુલ મુદ્દામાલ કિં.રૂ. ૧,૯૯,૯૫૦ /- સાથે બે આરોપીને ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરી આગળની તપાસ માટે ભરૂચ શહેર સી ડીવીઝન પો.સ્ટે.માં સોંપવામાં આવેલ હતાં. પકડાયેલ આરોપીઓમા (1) રવીશંકર રામક્રીપાલ શુક્લા હાલ રહે. સુરત શહેર મુળ રહે.પ્રતાપગઢ ( યુ.પી ) અને (2) વીષ્ણુસાગર રમેશપ્રસાદ હાલ રહે.સુરત શહેર મુ.રહે.પ્રતાપગઢ ઉત્તર પ્રદેશનો સમાવેશ થાય છે. ઝડપાયેલ આરોપીઓ પાસેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ બોટલ અને ટીન નંગ- ૬૭૫ કિં.રૂ. ૧,૯૩,૯૫૦ તેમજ મોબાઇલ નંગ-૦૨ કિં.રૂ. ૬૦૦૦ મળી કુલ મુદ્દામાલ કિંમત રૂપિયા ૧,૯૯,૯૫૦ નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે. આ બનાવમાં એલ.સી.બી. ના પો.સ.ઇ. એ.એસ.ચૌહાણ તેમજ તેમની ટીમે મહત્વની કામગીરી કરી હતી, મળતી માહિતી મુજબ આ અગાઉ પણ આરોપીઓ દારૂની હેરાફેરીમાં ઝડપાયા હતાં.
ભરૂચની નર્મદા ચોકડી નજીક સર્વિસ રોડ પરથી વિદેશી દારૂ સાથે બે ઈસમને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી.
Advertisement