Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરા : કુંભારવાડાનાં કારીગરોએ વર્ષોથી બંધ થઈ ગયેલ માટીના ફટાકડા બનાવ્યા.

Share

વડોદરામાં 400 વર્ષ પહેલા કુંભરો દ્વારા માટીના દેશી ફટાકડા બનાવવામાં આવતા હતા. પરંતુ દેખાવમાં સુંદર અને અત્યાધુનિક એવા ફટાકડાની સાથે ચાઈનીઝ ફટાકડા પણ બજારમાં આવ્યા હતા અને કુંભારોને સ્વદેશી ફટાકડા બનાવવાનો ઉત્પાદન ખર્ચ વધુ હતો અને વેચાણ ઓછું હતું. આ કારણે આ કામગીરી બંધ થઇ થઈ ગઇ હતી. આ વર્ષે કારીગરોએ માટીના દેશી ફટાકડા બનાવાનનું કામ ફરીથી શરૂ કર્યું છે.આ સ્વદેશી ફટાકડા બજારમાં મળતા સામાન્ય ફટાકડા કરતાં વધુ સુરક્ષિત છે. ઓછુ પ્રદૂષણ ફેલાવે છે અને તે માટીના બનેલા હોવાને કારણે તે ઈકો ફ્રેન્ડલી પણ છે.

સ્થાનિક NGO એ પીએમ મોદીના લોકલ ફોર વોકલ અને સ્થાનિકોને રોજગારી મળે તે હેતુથી ફરીથી સ્વદેશી માટીના ફટાકડાનું કામ ફરી શરૂ કરાવ્યું છે. તેના કારીગરો વડોદરાના ફતેપુરા કુંભારવાડામાં રહે છે, તેઓ આ પ્રકારના માટીના ફટાકડા બનાવવામાં ખૂબ જ નિષ્ણાંત છે. આ લોકો દાડમ, ચકરી, ફુલઝડી, રોશની જેવા વિવિધ પ્રકારના સ્વદેશી ફટાકડા બનાવતા હતા, જે બંધ થઈ ગયા હતા. પરંતુ, NGOએ તેમને મદદ કરી અને કારીગરોએ ફરીથી એ જ પ્રકારના માટીના ફટાકડા બનાવવાનું શરૂ કર્યું, 400 વર્ષથી બનતા હતા.

Advertisement

Share

Related posts

વલસાડની સ્વચ્છતા અેમ્બેસેડર પ્રાંજલ ભટ્ટની મહિલા કાર્યકરો સાથે બેઠક

ProudOfGujarat

નર્મદામાં વધતાં કોરોનાને કારણે કેવડિયાનો પતંગ મહોત્સવ રદ.

ProudOfGujarat

ભરૂચ જિલ્લા  પંચાયતની અનુસૂચિત જાતિ  સમાજ કલ્યાણ શાખા અને વાલિયા તાલુકા પંચાયતના સંયુક્ત ઉપક્રમે ડો.બાબા સાહેબ આંબેડકરની 127મી જન્મ જ્યંતિની ઉજવણી કરવારમાં આવી હતી 

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!