Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા જીઆઇડીસીમાં વીજ ટ્રાન્સફોર્મરમાંથી ઓઈલની ચોરી કરી તસ્કરો ફરાર.

Share

ભરુચ જિલ્લાના ઝઘડીયા જીઆઇડીસીમાં આવેલ આરતી ઈન્ડસ્ટ્રીઝ નામની કંપનીને હંગામી વીજ જોડાણ આપવાના હેતુસર દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા ૨૦૦/૧૧ કેવીનું વીજ ટ્રાન્સફોર્મર મૂકવામાં આવ્યું હતું. ગતરોજ વીજ ટ્રાન્સફોર્મરમાંથી ઓઈલની ચોરી થઇ હોવાની જાણ થઇ હતી. તેમજ વીજ ટ્રાન્સફોર્મરને નુકસાન પણ કરવામાં આવ્યુ હતુ. વીજ કંપનીના નાયબ ઇજનેર મનીષ પટેલ દ્વારા સ્થળ પર તપાસ કરવામાં આવતા વીજ ટ્રાન્સફોર્મરને નુકસાન કરીને તેમાંથી ૩૮૦ લીટર ઓઇલનો જથ્થો ચોરાયો હોવાની જાણ થઇ હતી. આનાથી વીજ કંપનીને રૂ. ૨૩૮૦૦ નું નુકસાન થયુ હોઇ નાયબ ઈજનેર મનીષકુમાર પટેલે ઝઘડિયા પોલીસમાં ફરિયાદ લખાવી હતી. પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરુચ

Advertisement

Share

Related posts

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે મોટર ઈન્સ્યોરન્સમાં ગ્રાહકના અનુભવને વધુ સમૃદ્ધ બનાવવા માટે નવીન ઉકેલો પ્રસ્તુત કર્યા.

ProudOfGujarat

યોગ દિવસ પર પી.એમ નું સંબોધન : કોરોના સામે યોગ એક સુરક્ષા કવચ..જાણો વધુ.

ProudOfGujarat

ભરૂચ : જંબુસર ખાતે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ અનુલક્ષી ભાજપ પેજ સમિતિની બેઠક મળી, કોંગ્રેસનાં 100 કાર્યકરો જોડાયા ભાજપમાં… જાણો વધુ..!!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!