માંગરોળ તાલુકાના વાંકલ ગામે કાર્યરત સરકારી વિજ્ઞાન કોલેજના પ્રાધ્યાપક હેમલકુમાર વણકરે પી.એચ.ડી. પદવી હાંસલ કરી વાંકલ કોલેજનું ગૌરવ વધાર્યું છે.
સરકારી વિજ્ઞાન કોલેજ, વાંકલ ખાતે ભૌતિકશાસ્ત્ર વિષયમાં મદદનીશ પ્રાધ્યાપક અને વિભાગીય વડા તરીકે ફરજ બજાવતા ડૉ. હેમલકુમાર પિયુષકુમાર વણકર દ્વારા ભૌતિક શાસ્ત્ર વિષયમાં “ડાઇલેક્ટ્રિક એન્ડ ફિઝિકો-કેમિકલ પ્રોપર્ટીસ ઓફ બાઇનરી મિક્સચર્સ ઓફ ૩-બ્રોમોએનિસોલ એન્ડ સમ એસ્સોસિયેટીવ પોલર લિકવિડ્સ” વિષય પર શોધ મહાનિબંધ રજૂ કરતાં ગુજરાત યુનિવર્સિટી દ્વારા પી.એચ.ડી. ની પદવી આપવામાં આવેલ છે. આ તબક્કે કોલેજના આચાર્ય ડૉ. પાર્થિવ ચૌધરી ડો. રાજેશ સેનમા તથા તમામ સ્ટાફ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
Advertisement
વિનોદ મૈસુરિયા : વાંકલ