સાયણ-ફુઙસદ સ્ટેશન વચ્ચે આવેલા રેલ્વે ક્રોસીંગ નં.૧૫૩ ખાતે રોડ ઓવરબ્રિજ બનાવવા માટે વાહન વ્યવહાર સરળતાથી ચાલે અને ટ્રાફિક અવરોધ ઉભો ન થાય તે માટે સુરત જિલ્લાના અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ વાય.બી.ઝાલા દ્વારા એક જાહેરનામા દ્વારા તા.૩૧/૦૩/૨૦૨૨ સુધી રેલ્વે ક્રોસિંગ નં.૧૫૩ ને બંધ રાખવામાં આવ્યો છે. વૈકલ્પિક વ્યવસ્થા તરીકે ટ્રાફીક ડાયવર્ટ કરવામાં આવ્યો છે.
જે મુજબ (૧) ઓલપાડ, કીમ તથા આજુબાજુથી આવતા-જતાં વાહનોને સાયણથી શેખપુર જવા માટે સાયણ, કારેલી, મુળદ રોડ પરથી સાયણ ચોકડી થઇ ઓલપાડ, સાયણ, કઠોર રોડ (રાજયધોરી માર્ગ નં.૧૬૭) પર આવેલા સાયણ-વેલંજા-શેખપુર રૂટ પર બંન્ને તરફ ટ્રાફિક જઇ શકશે. (૨) શેખપુરથી આવતા-જતાં વાહનોને શેખપુરથી સાયણ જવા માટે શેખપુર-વેલંજા-સાયણ રૂટ પરથી સાયણ કઠોર રોડ (રાજયધોરી માર્ગ નં.૧૬૭) પર સાયણ ચોકડી થઇ ઓલપાડ તરફ થતાં સાયણ ચોકડી થઇ સાયણ કારેલી મુળદ રોડ પરથી કીમ તરફ બંન્ને તરફ ટ્રાફિક જઇ શકશે.
વિનોદ મૈસુરિયા : વાંકલ