અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલા સિડસ કન્સલ્ટીંગ એન્ડ એન્જિનિયરિંગ યુનિટને તસ્કરો નિશાન બનાવી એસ.એસના પાઇપ, પ્લેટ સહિતનો સામાન મળી કુલ રૂપિયા 1,11,500/- ના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
પ્રાપ્ત માહિતી મુજબ સિડસ કન્સલ્ટીંગ એન્ડ એન્જિનિયરિંગ યુનિટ જીઆઈડીસી અંકલેશ્વર ખાતેથી રાત્રિના સમયે તસ્કરોએ કંપનીની દીવાલ કૂદી અંદર પ્રવેશ કર્યો હતો અને કમ્પાઉન્ડમાં પ્રવેશ કરી યુનિટના પતરાંના શેડ નીચે મૂકી એસ.એસ.ની પાઇપ નંગ-6, પ્લેટ નંગ-8 અને એમ.એસ.ની પ્લેટ નંગ-2 મળી કુલ રૂપિયા 1,11,500/- નાં મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. મૂળ કેરળના અને હાલ અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી વૈકુંઠ રેસિડેન્સીમાં રહેતા વિનોદ બાલક્રિષ્ના નાયર જીઆઈડીસીના પ્લોટ નંબર 5154 પર સિડ્સ કન્સલ્ટીંગ એન્ડ એન્જિનિયરિંગ યુનિટ ચલાવે છે. જેઓની કંપનીને ગત તા. 27 મી ઓક્ટોબરના રોજ રાત્રે તસ્કરોએ નિશાન બનાવી હતી. ચોરીની સમગ્ર ઘટના સી.સી.ટી.વી. કેમેરામાં કેદ થઈ જવા પામી હતી. આ ચોરી અંગે જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
મુકેશ વસાવા : અંકલેશ્વર