આજરોજ રાજપીપળા ખાતે હરસિધ્ધિ માતા બેક રોડ પર આવેલ ભગવાન સ્વામી કમ્પાઉન્ડમાં આવે રાધા કૃષ્ણ ટ્રેડર્સની ઓફિસ અને અને બાજુમાં આવેલ ગોડાઉનમાં ભર બપોરે અચાનક આગ ફાટી નીકળી હતી. આગની જ્વાળાઓએ આ કમ્પાઉન્ડને આગની લપેટમા લીધું હતું અને જોતજોતામાં ઓફિસને ગોડાઉન આગની લપેટમા આવી જતા ઓફિસ અને ગોડાઉન બળીને ભસ્મિભૂત થઈ થઈ ગયું હતું. આગ લાગતા બાજુમાં જ આવેલ વડનું તોતિંગ ઝાડ પણ આગની લપેટમાં આવી જતા ઝાડ પણ બળવા લાગ્યું હતું.
ભર બપોરે આગની ઘટના બનતા ઘટના સ્થળે લોક ટોળાં ઉમટ્યા હતા અને રોડ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. જોકે રાજપીપળા નગરપાલિકાના ફાયરબ્રિગેડને જાણ કરતાં બે બંબા ઘટના સ્થળે પહોચી જઈ પાણીનો મારો ચલાવી આગ ઓલવવા ભારે જહેમત ઉઠાવતા ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને આગને કાબુમાં લીધી હતી બબ્બે બંબા આવી જતા બે કલાક ભારે જહેમત બાદ આગને કાબુમાં લેવાઇ હતી. જોકે ઓફિસ અને ગોડાઉનમાં ફર્નિચર તથા જરૂરી દસ્તાવેજી કાગળો તથા સાગી લાકડાનો જૂનો માલ બળીને ભસ્મિભૂત થઈ જતા ભારે નુકશાન થયાનો અંદાજ છે. જોકે આગ કયા કારણસર લાગી તે જાણી શકાયું નથી. જોકે આ સ્થળે પોલીસ પહોંચી ગઈ હતી અને કોઈ જાનહાની થવા પામી નહોતી. પોલિસે આ અંગે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજપીપળા નગરમાં દિવાળીના ટાણે ફટાકડાની દુકાનો ગેરકાયદેસર રીતે રોડ રસ્તા ઉપર લાગેલી હોય. જેને કારણે આગની મોટી હોનારત થવાની સંભાવના નકારી શકાતી નથી. રાજપીપળા નગરપાલિકા દ્વારા ફટાકડાની દુકાનોની હરાજી કરી ગાર્ડનમાં ગામથી દૂર અલગ જગ્યાએ રાખવામાં આવે છે પણ રાજપીપળા નગરમાં લીમડા ચોકથી માંડીને સ્ટેશન રોડ ઉપર દુકાનો ગેરકાયદેસર રીતે લાયસન્સ વગરની ઠેર ઠેર લાગેલી હોય અકસ્માતની ઘટના બને તો જવાબદાર કોણ? એ ચર્ચાનો વિષય બન્યો છે. નગરપાલિકા અને પોલીસ તંત્ર ભર બજારમા જાહેર રોડ પર ગેરકાયદેસર લાયસન્સ વગર લાગેલી ફટાકડાની લારીઓ, દુકાનો સામે જનહીતમાં પ્રતિબંઘ મુકાવે એવી પણ લોકોની માંગ છે. જોકે વર્ષોથી આવી લારીઓ દુકાનો સામે અન્ય કોઇ કાર્યવાહી થતી ન હોવાથી ચિંતાનો વિષય જરૂર બન્યો છે. આગમાં એક બાઈક પણ ભસ્મિભૂત થઈ ગઈ હતી.
દીપક જગતાપ, રાજપીપલા