અંકલેશ્વર શહેરમાં આવેલ મિશન કમ્પાઉન્ડ ખાતે દર વર્ષે દિવાળી તહેવારને અનુલક્ષીને વિવિધ ફટાકડાના સ્ટોલ લગાવવામાં આવે છે. આ વર્ષે પણ વેપારીઓએ સ્ટોલ ઊભા કર્યા છે પરંતુ આ વર્ષે કોરોના મહામારી તેમજ લોક ડાઉનને પગલે ફટાકડાનું ઉત્પાદન ઓછું થતાં 20 થી 30 ટકાનો ભાવ વધારો થયો છે જેને પગલે ફટાકડા બજારમાં ગ્રાહકો ધીમે ધીમે આવી રહ્યા હોવા સાથે દિવાળી સુધીમાં ગ્રાહકો આવે તેવી આશા સેવીને વેપારીઓ બેઠા છે. મોંઘવારી સાથે કંપનીઓમાં નોકરી કરતાં કામદારોને બોનસ સાથે પગાર વહેલો કરવામાં આવે તો જ ખરીદી પણ શક્ય છે. ફટાકડામાં ભાવ વધારો
થવાથી ગ્રાહકોમાં કહી ખુશી કહી ગમ જેવો માહોલ જોવા મળી રહ્યો છે.
મુકેશ વસાવા : અંકલેશ્વર
Advertisement