અંકલેશ્વરમાં ગતરાત્રિથી રાત્રિ સફાઈનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. અંકલેશ્વરનાં મુખ્ય માર્ગોની રાત્રિ સફાઈ કરાઇ હતી.
અંકલેશ્વરનાં ત્રણ રસ્તા, સ્ટેશન રોડ, નગરપાલિકા વિસ્તાર સહિતના અંકલેશ્વરનાં હાર્દસમા રસ્તાઓની ગતરાત્રિથી રાત્રિ સાફ-સફાઈ કરવામાં આવી હતી. આ વિસ્તારના સુપરવાઇઝર કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ તકે રાત્રિ સફાઈ કરતાં સફાઈ કામદાર સહિતના સુપરવાઇઝરોએ લોકોને સ્વ્ચ્છતા માટે અપીલ કરી હતી. તેમજ નગરપાલિકાનાં પ્રમુખ વિનય વસાવા પણ ઉપસ્થિત રહ્યા હતા તેમને જણાવ્યુ હતું કે જયારે પણ રાત્રિના સમયે દુકાનદારો કે રહેણાંક વિસ્તારમાં લોકો કચરાનો નિકાલ કચરાપેટીમાં જ કરે, જાહેરમાર્ગો પર કચરાનો નિકાલ ન કરે સહિતની તકેદારી રાખવા જણાવ્યુ હતું. ભારત મિશનમાં લોકો પણ સહભાગી થાય તો આપનું ગામ અને શહેર અને દેશને સ્વચ્છ બનાવી શકીશું. આ દરમિયાન સેનીટેશન વિભાગના ચેરમેન વિશાલ ચૈહાણ, જીલ્લા ભાજપના કોષાધ્યક્ષ ગણેશભાઇ, ભવાનીભાઇ, સેનીટેશન ખાતાના ઇન્સ્પેક્ટર રઘુવિરસિંહ મહિડા, જયેશભાઇ સોંલંકી હાજર રહ્યા હતા.
મુકેશ વસાવા : અંકલેશ્વર