Proud of Gujarat
FeaturedGujaratINDIA

Facebook એ બદલ્યું નામ, જાણો હવે ક્યાં નામથી ઓળખાશે.

Share

આજે સોશિયલ મીડિયા માટે મોટા સમાચાર સામે આવ્યા છે, ફેસબુકે નવા નામની જાહેરાત કરી છે, હવે ફેસબુક નવા નામથી ઓળખાશે અને તે નામ છે મેટા.

રીબ્રાંડના પ્લાનિંગ હેઠળ ફેસબુકએ કંપનીનું નામ બદલી નાખ્યું છે. ફેસબુકના ફોર્મર સિવિક ઇન્ટીગ્રિટી ચીફ, સમિધ ચક્રવતીએ આ નામની ભલામણ કરી હતી. meta.com હાલમાં meta.org પર રીડારેક્ટ કરે છે. જોકે ચેન જુકરબર્ગ ઇનિશિએટિવ હેઠળ ડેવલોપ એક બાયોમેડિકલ રિસર્ચ ડિસ્કવરી ટૂલ છે. ફેસબુકનો નવો ઇન્ફિનિટી જેવો નામ છે. આની જાહેરાત માર્ક જુકરબર્ગે કરી કે જે ફેસબુકના સ્થાપક છે.

મીડિયા રિપોર્ટસ અનુસાર ફેસબુકને મેટાવર્સ કંપની તરીકે રજૂ કરવાના પ્લાનિંગ હેઠળ રિબ્રાંડિંગ કરવામાં આવી રહ્યું છે. ફેસબુક પોતાની વર્ચુઅલ દુનિયા મેટાવર્સ માટે આ વર્ષે 10 બિલિયન ડોલર ઇન્વેસ્ટ કરી રહી છે. આ ફેસબુકનું વર્ચુઅલ અને ઓગમેંટ રિયલ્ટી (VR/AR) જેવી ટેક્નોલોજીનો ઉપયોગ કરીને એક નવા વર્ચુઅલ એક્સપીરિએન્સનો તબક્કો છે. કંપની પોતાના ફેસબુક રિયલ્ટી લેબ્સ પર અરબો ડોલર ખર્ચ કરશે. જેને આ મેટાવર્સ ડિવીઝને AR અને VR હાર્ડવેર, સોફ્ટવેર અને કન્ટેન્ટ બનાવવાની જવાબદારી સોંપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે થોડા દિવસો પહેલા જ ફેસબુકના નામ બદલવાની ચર્ચા ચાલતી હતી તે આજે પરિપૂર્ણ થઇ છે હવે ફેસબુક મેટા નામથી ઓળખાશે. નામ બદલવાની જાહેરાત ફેસબુક કનેક્ટ ઓગમેન્ટેડ અને વર્ચ્યુઅલ રિયાલિટી કોન્ફરન્સમાં કરવામાં આવી હતી. નવું નામ મેટાવર્સ સાથે સોશિયલ મીડિયાની બહાર કંપનીની વધતી જતી મહત્વાકાંક્ષાઓને પ્રતિબિંબિત કરે છે. ફેસબુકે આ મહિનાની શરૂઆતમાં સોશિયલ નેટવર્કને મેટાવર્સ બનાવવામાં મદદ કરવા માટે 10,000 લોકોને કામ પર રાખવાની જાહેરાત કરી.

Advertisement

Share

Related posts

અમદાવાદનાં નરોડા ગામ કોમી રમખાણ કેસમાં આજે વિશેષ અદાલત ચુકાદો સંભળાવશે

ProudOfGujarat

અંકલેશ્વર જી.આઈ.ડી.સી. પોલીસે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો.

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં કપાસની ખેતી કરનારા ખેડૂતોની હાલત કફોડી બની.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!