આગામી ત્રીજી લહેરને અનુલક્ષીને તેમજ લોકોને શ્રેષ્ઠતમ આરોગ્યલક્ષી સુવિધાઓ મળી રહે અને પબ્લિક હેલ્થ ફેસિલિટીના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે ઉત્તરપ્રદેશના વારાણસી ખાતેથી “પ્રધાનમંત્રી આત્મનિર્ભર સ્વસ્થ ભારત” યોજનાનો (PMASBY) શુભારંભ કરાયો હતો.
ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે સાંસદ મનસુખભાઇ વસાવા, ઇ.ચા જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી યોગેશભાઇ ચૌધરી, સિવીલ હોસ્પિટલના સિવીલ સર્જન ડૉ. એસ.આર.પટેલ સહિત આરોગ્ય અધિકારીઓ અને આરોગ્યકર્મીઓએ ઓનલાઇન જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.
સાંસદ મનસુખભાઇ વસાવાએ જણાવ્યું હતું કે, દેશના પ્રધાનમંત્રીએ વારાણસી ખાતેથી “પ્રધાનમંત્રી આત્મનિર્ભર સ્વસ્થ ભારત” યોજનાનો શુભારંભ કરાવ્યો છે, ત્યારે આ યોજના થકી આરોગ્યક્ષેત્રેની સુવિધાઓમાં વધારો થશે.
આ ઉપરાંત ભરૂચ જિલ્લાની વિવિધ હોસ્પિટલમાં “પ્રધાનમંત્રી આયુષ્યમાન સ્વાસ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મિશન” યોજનાના ઓનલાઇન લોન્ચિંગ કાર્યક્રમમાં આગેવાન પદાધિકારીઓ, આરોગ્ય અધિકારીઓ, તબીબી-પેરામેડિકલ સ્ટાફ સહિત આરોગ્ય કર્મીઓએ આ ઇ-લોન્ચિંગ કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.