Proud of Gujarat
INDIAFeaturedGujarat

ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામે પ્રધાનમંત્રી આવાસ યોજનાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામે પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ માટેના આવાસોનુ ખાત મુહર્ત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.

ગતરોજ તારીખ ૨૫ મી ના રોજ રાજપારડી ગ્રામ પંચાયત કાર્યાલય ખાતે આઝાદીકા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. અત્રે આ ઉજવણીના ભાગરૂપે પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓના આવકારને સ્વીકારી રાજપારડી ગામે ભૂમિ પૂજન અને ખાત મુહર્તનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. તાલુકા પંચાયતની રાજપારડી બેઠકના સદસ્ય રતિલાલ ઇશ્વરભાઇ રોહિતના હસ્તે ખાતમુહર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજપારડીના કાર્યકારી સરપંચ પિયુષભાઈ પટેલ, તલાટી શીલાબેન પટેલ તેમજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત યોગ્ય લાભાર્થીઓને આવાસ બનાવવા મળતી સરકારી સહાયની માહિતી ઉપસ્થિતોને આપવામાં આવી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

પાલેજ નગર સહિત પંથકમાં મુસ્લિમ સમાજ દ્વારા શબે કદ્ર પર્વની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

કલોલમાં કોલેરાના 11 દર્દીઓ નોંધાતા નગરપાલિકાનો બે કિ.મીનો વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર

ProudOfGujarat

સતત આત્મહત્યાના વિચારો કરતી યુવતીની મદદે પહોંચી અભયમ ભરૂચની ટીમ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!