Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે મહારાષ્ટ્ર, તામીલનાડુ અને કેરાલાથી નીકળેલી સાઇકલ-બાઈક રેલીનું રાજપીપલા શહેરમાં કરાયું ભવ્ય સ્વાગત.

Share

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે દેશની ચારેય દિશામાં એકતા અખંડિતતાનો સંદેશો ગુંજતો કરવા માટે મહારાષ્ટ્રના ગઢચિરોલીથી CRPF ના ૨૫ જવાનો સાથે નિકળેલી સાઈકલ રેલી તામિલનાડુ રાજયની પોલીસ દ્વારા નીકળેલી ૨૬ પોલીસ જવાનો સાથે નિકળેલી બાઈક રેલી કન્યાકુમારીથી ૨૦૨૫ કિ.મી.નું અંતર કાપી તેમજ કેરાલાના તિરંવુતપુરમથી CISF ના ૪૨ જવાનો દ્વારા નિકળેલી સાઈકલ રેલી રાજપીપલા ખાતે આવી પહોચી હતી

જ્યાં નર્મદા જિલ્લા પોલીસ વિભાગ દ્વારા રાજપીપલા શહેરના જકાતનાકાએ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ કિરણભાઈ વસાવા, નાયબ પોલીસ અધિક્ષક રાજેશ પરમાર અને સી. એન. ચૌધરી, પોલીસકર્મીઓ વગેરે સહિત શાળાની બાળાઓએ મહારાષ્ટ્રના CRPF ના આસિસ્ટન્ટ કમાન્ડરચેતન શિલોડકર, સેકન્ડ ઈન કમાન્ડર મુકેશકુમાર અને વિશાલ પાટીદાર, તમિલનાડુના એડીશનલ એસ. પી ડી. કુમાર, કેરાલાના CISF ના આસિસ્ટન્ટ જનરલ અનીલ બાલી સહિત સાઈકલ-બાઈકવીરોનુ પુષ્પગુચ્છ અને દેશભક્તિના નારા સાથે ભવ્ય સ્વાગત કર્યુ હતું.

જ્યોતિ જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

साज़िद नाडियाडवाला की “बागी 2” ने 150 करोड़ के ब्लॉकबस्टर क्लब में किया प्रवेश!

ProudOfGujarat

ભરૂચ : ઝઘડિયાના મુલદ ગામ નજીક અકસ્માતમાં એકનું મોત, રોષે ભરાયેલા ગ્રામજનોએ ટાયરો સળગાવી કર્યો ચક્કાજામ

ProudOfGujarat

ઝગડીયાના ભાલોદ ગામે શ્રીપરશુરામ જન્મોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!