ભારતની આઝાદીને 75 વર્ષ પૂર્ણ થતાં 31 ઓક્ટોબરને ભારત સરકારે એકતા દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરતા દેશના વિવિધ ભાગોમાંથી રેલીઓ કાઢવાનું આયોજન કર્યું છે. જેમાં સાયકલ રેલી, સ્કૂટર રેલી અને કાર રેલીઓ નીકળી ગુજરાતના કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 31 ઓક્ટોબરે ભેગા થઈ આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીમાં જોડાશે, જેના સંદર્ભે ગુજરાત પોલીસ દ્વારા પણ એક સ્કૂટર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જેનું પ્રસ્થાન કચ્છ જિલ્લાના લખપત ખાતેથી 19 ઓક્ટોબરે કરાયું હતું.
આ રેલી કચ્છ, મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, નડિયાદ, આણંદ, વડોદરા, વડોદરા ગ્રામ્ય થઈ ભરૂચ જીલ્લામાં આજરોજ પ્રવેશ કરતા જિલ્લાના નબીપુર પોલીસ સ્ટેશનની હદમાં નબીપુર ને.હાઇવે 48 પર નબીપુર ઝનોર ચોકડી ઓવરબ્રિજ નીચે ડીવાયએસપી બી.એમ દેસાઈ પી આઈ બી.એમ ડોસી નબીપુર પો. સ્ટે.ના પી.એસ.આઈ. જી એમ.જાડેજા સાહેબ, પોલીસ સ્ટાફ અને ગામની પ્રતિષ્ઠિત વ્યક્તિઓ સાથે રેલીનું પુષ્પગુચ્છથી સ્વાગત કરાયું હતું. સ્વાગત વિધિ પછી આ રેલીને ભરૂચ તરફ જવા માટે પ્રસ્થાન કરાયું હતું.
ભરૂચ : રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે નીકળેલ એકતા રેલીનું નબીપુર પોલીસ દ્વારા સ્વાગત કરાયું.
Advertisement