Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : સાયખા GIDC માં નેરોલેક કંપની ખાતે દિવાળી બોનસ સહિતની માંગ સાથે કામદારોનો હોબાળો.

Share

ભરૂચ જિલ્લામાં મોટા ભાગે ઔધોગિક એકમો આવેલા છે જેમાં દર વર્ષે દિવાળીના સમયે કંપની સત્તાધીશો અને કામદારો વચ્ચે સર્જાતી હોબાળાની ઘટનાઓ અવારનવાર પ્રકાશમાં આવતી હોય છે, વાગરા ખાતેની સાયખા જીઆઇડીસી માંથી આજ પ્રકારની એક ઘટના આજે સામે આવી હતી.

જીઆઇડીસી માં આવેલ નેરોલેક કંપનીના ગેટ પર આજે કંપની કોન્ટ્રાક્ટમાં ફરજ બજાવતા કર્મચારીઓએ આવી પહોંચી કંપની સત્તાધીશો સામે પોતાનો રોષ વ્યક્ત કર્યા હતો. કામદારોએ મુખ્યત્વે દિવાળી બોનસ સહિતની તેઓએ માંગણીઓને લઇ આજે પોતાના કામથી અણગા રહ્યા હોવાનું જણાવી કંપનીના ગેટ પર હોબાળો મચાવ્યો હતો.

મહત્વનું છે કે વર્ષ દરમિયાન જે કામદારો પોતાની કંપનીને વફાદારી પૂર્વક કામગીરી કરતા હોય છે તે જ કંપની દ્વારા કામદારોને દિવાળીના સમયે બોનસ આપવામાં કરવામાં આવતી નિષ્ક્રિય કામગીરીથી કામદારોમાં ભારે રોષની લાગણી છવાતી જોવા મળતી હોય છે ત્યારે આ પ્રકારની સામે આવતી ઘટનાઓ સામે કંપની સત્તાધીશોએ યોગ્ય સમાધાનની પદ્ધતિ અપનાવવી જોઈએ તે જ સમયની પણ માંગ છે.

Advertisement

Share

Related posts

માંગરોળ ઉમરપાડા તાલુકા નિવૃત કર્મચારી મંડળની વાર્ષિક સાધરણમાં હાજર રહેવા જોગ.

ProudOfGujarat

ભરૂચની જુની APMC ખોલવાની રજુઆત ભરૂચ જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા APMC ચેરમેન અને જીલ્લા કલેકટરને કરવામાં આવી છે.

ProudOfGujarat

ભરૂચ : મુન્શી મનુબરવાળા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા NEET તથા JEE નું પરિણામ આવતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા કાર્યક્રમનું આયોજન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!