નેત્રંગના કેલ્વીકુવા ગામે નાળા-રસ્તાના નિમૉણનું ખાતમુહુર્ત સાંસદ મનસુખભાઇ વસાવાએ કરતાં ગ્રામજનોમાં આનંદ વ્યાપી જવા માંડ્યો હતો.
પ્રાપ્ત માહિત મુજબ નેત્રંગ તાલુકાના કેલ્વીકુવા ગામમાંથી પસાર થતી નદી ઉપર નાળુ-રસ્તાના નિમૉણ કાર્ય વષૉ પડતર હાલતમાં હતું. ગ્રામજનોએ વારંવાર જવાબદાર લોકોને લેખિત-મૌખિક રજુઆત કરવા છતાં પરીણામ શુન્ય રહ્યું હતું. નદી ઉપર નાળું અને આર.સી.સી રસ્તાના નિમાૉણ કાર્યની માંગણી ગ્રામજનોએ ભરૂચ લોકસભાના સાંસદ મનસુખભાઇ વસાવાને કરવાથી નાળું-રસ્તાના નિમૉણ કાર્યની વહીવટી મંજુરી મળતા ભરૂચ લોકસભાના સાંસદ મનસુખભાઇ વસાવા અને નેત્રંગ તાલુકા મથકે કાર્યરત આર.કે ભક્ત વિધાલયના મુખ્ય દાતા સતીષભાઈ ભક્તના વરદહસ્તે ખાતમુહુર્તની વિધી સંપન્ન કરાઇ હતી. જેમાં ભરૂચ સાંસદ મનસુખભાઇ વસાવાએ જણાવ્યું હતું કે, કેલ્વીકુવાના ગ્રામજનો જાગૃત-શિક્ષીત હોવાથી ગામ પાયાની મુળભુત સુવિધાઓથી સજ્જ છે. અન્ય ગામના સરપંચ-તલાટીઓએ પોતાના ગામનો વિકાસ કેલ્વીકુવા મોડેલના આધારે કરવો જોઈએ તેવું જણાવ્યું હતું. જ્યારે સતીષભાઈ ભક્તે પોતાના અનુભવો-લાગણી ગ્રામજનો સમક્ષ વ્યક્ત કરી હતી.જે દરમ્યાન જીલ્લા-તાલુકાના ચુંટાયેલ પાંખના આગેવાન, પદાધિકારીઓ-અધીકારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
નેત્રંગના કેલ્વીકુવા ગામે નાળા-રસ્તાના નિમૉણનું ખાતમુહુર્ત સાંસદ મનસુખભાઇ વસાવાનાં હસ્તે કરાયું.
Advertisement