ભાજપા સરકાર જયારથી સત્તા પર બેઠી છે ત્યારથી ભારતને સ્વચ્છ બનાવાનું મિશન હાથ ધર્યું છે ત્યારે 2014 થી સત્તાધારી પક્ષ ઠેર ઠેર લોકોને જાગૃત કરી રહયો છે કે સ્વચ્છતા જાળવો પણ શહેરોના પાલિકા તંત્રના લોકો જાણે ઊંઘી રહ્યા છે તેમ પાલિકાની હદ વિસ્તારમાં આવેલ કેટલાક વિસ્તારમાં હાલ પણ ગંદકી જ ગંદકી જોવા મળી છે.
દિવાળીના શુભ પર્વને શરૂ થવાને માત્ર એક અઠવાડિયું જ બાકી છે ત્યારે પંથકમાં ઠેર ઠેર ગંદકી અને કચરાના ઢગ જોવા મળી રહ્યા છે. જયારે કોઈ સત્તાધારી નેતા આવવાના હોય ત્યારે રાતોરાત રસ્તાઓ પાણીથી સાફ કરવામાં આવે છે અને એ વિસ્તારને ચમકાવી દેવામાં આવે છે ત્યારે શું આ જાહેર જનતા સાથે અન્યાય નથી… ટેક્સ સામાન્ય જનતાથી ઉઘરાવામાં આવે છે અને સવલતો મોટા નેતાઓને આપવામાં આવે છે.
ભરૂચના એક માત્ર શક્તિનાથ વિસ્તારની જ વાત કરીયે તો કચરા પેટી હોવા છતાં રસ્તા પર કચરો ફેલાઈ રહ્યો છે અને પાલિકા દ્વારા તે વિસ્તારમાંથી કચરાપેટી તો ઉંચકી લેવામાં આવે છે પરંતુ આસપાસ પડેલા કચરાને ઉઠવામાં આવતો નથી. શું માત્ર પગાર પૂરતું અને જનતાને જણાવા પૂરતું જ કામ કરવામાં આવે છે. વાહનોના અવરજવરથી વિસ્તારમાં ગંદકી વધુને વધુ ફેલાઈ છે તયારે ત્યાંથી પસાર થતા લોકોને દુર્ગંધ સહન કરવી પડે છે તો દિવાળીના પવિત્ર અવસર પર ભરૂચના પ્રાંગણને સ્વચ્છ રાખવામાં આવે તેવી જાહેર જનતા માંગ કરી રહી છે.
રિધ્ધી પંચાલ, ભરૂચ