ગુજરાત રાજય વિપુલ પ્રમાણમા કેમિકલ કારખાના ધરાવતો જિલ્લો છે. કેમીકલ કારખાનાઓમાં ઝેરી કેમીકલ ગળતર, આગ, ધડાકા વગેરે જેવા બનાવો બનવાની શક્યતાઓ વધુ પ્રમાણમાં રહેલ છે. જેથી આવા બનાવોના સમયે કારખાના દ્વારા પરિસ્થિતિ નિયંત્રણમાં લઈ ન શકાય ત્યારે વહીવટીતંત્રએ પરિસ્થિતિ નિયંત્રણમાં લેવાની જરૂરીયાત રહે છે. વહીવટીતંત્ર દ્વારા આવા આકસ્મિક સંજોગોમાં તૈયારીના ભાગરૂપે અંકલેશ્વરના સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ આર.કે.ભગોરાના અધ્યક્ષસ્થાને અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ ગુજરાત ઈન્સેક્ટીસાઈડ્સ લીમીટેડ કારખાનામાં સફળ મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલ હતું.
મોકડ્રીલના સીનારીયો તરીકે કંપનીના સ્ટોરેજ યાર્ડમાં સોલ્વન્ટ લીક થઈ બાદમાં ફાયર થયેલ તેમ દર્શાવવામાં આવેલ છે. આ ફાયરને ડીપીએમસી ઉપરાંત નગરપાલિકાના ફાયર ટેન્ડરની મદદ વડે કાબુમાં લેવામાં આવેલ હતું. અંકલેશ્વર ઈન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ કચેરી, જી.પી.સી.બી.ની કચેરી, નોટીફાઈડ એરીયાની કચેરીએથી પણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
બનાવસ્થળની આસપાસના એરીયાને સલામત રાખવા તથા કોર્ડનીંગ કરવા પોલીસ દ્વારા પણ યોગ્ય પગલાં લેવામાં આવ્યા હતા. મોકડ્રીલ સફળ રીતે પૂર્ણ થયા બાદ લોકલ ક્રાઈસીસ ગૃપના ચેરમેન તરીકે સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટની અધ્યક્ષતામાં ડીબ્રિફીંગ મીટીંગનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વર જી.આઇ.ડી.સી માં આવેલ ગુજરાત ઇન્સેકટીસાઇડસ લિમિટેડ કારખાનામાં મોકડ્રીલ યોજાઇ.
Advertisement