આજરોજ લીંબડી તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા કાનૂની સેવા સમિતિ લીંબડી ટીમ આવી અને તાલુકા પંચાયત કચેરી કર્મચારીઓને કાનુની સેવા બાબતે જાણકારી આપી હતી જેમ કે, કાનુની સેવા સત્તા મંડળ અધિનિયમના મુખ્ય ઉદ્દેશો અર્તગત સદર કાયદા હેઠળ કાનુની સેવા કોને મળી શકે, ક્યાં પ્રકારના કેસમાં કાનુની સહાય મળી શકે, કાનુની સહાયમાં કેવા પ્રકારની સહાય મળી શકે, તેમજ મફત કાનૂની સહાય મેળવવા ક્યાં સંપર્ક કરશો વગેરે પ્રકારની માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સેક્રેટરી કુમારી, કે.એન.ખાખી, લીગલ સ્ટાફના વાય.ટી.મુલતાની, પેનલ એડવોકેટ જે.એન.દવે તેમજ વકિલ સુરેશભાઈ વાઘેલા અને ગૌતમભાઈ પંડ્યા હાજર રહ્યા હતા અને મફત કાનૂની સહાય કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર
Advertisement