Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરામાં સનરાઇઝ કોમ્પલેક્ષમાંથી કુટણખાનું ઝડપાયું.

Share

વડોદરામાં વાઘોડિયા રોડના સનરાઈઝ કોમ્પલેક્ષમાંથી કુટણખાનું ઝડપાયું. જેમાં રીટા નામની મહિલા કુટણખાનું ચલાવતી હોવાની બાતમી PCB ને મળી હતી. PCB પોલીસે બાતમીના આધારે રેડ કરીને ઘટના સ્થળેથી 7 મહિલાઓ અને 3 ગ્રાહકો ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરા વાઘોડિયા રોડ ઉપર સનરાઇઝ કોમ્પલેક્ષમાં એક મહિલા કુટણખાનું ચલાવતી હોવાની બાતમી PCB ને મળી હતી. બાતનીના આધારે જગ્યા પર દરોડો પાડતા અંદરના દ્રશ્યો જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આ ઘટનામાં કુટણખાનું ચલાવનાર મહિલાનું નામ રિટા હોવાનું જાણવા મળ્યું છે. ઘટના સ્થળ પરથી 7 યુવતીઓ અને 3 ગ્રાહક મળી આવ્યા હતા. પોલીસે હાલ તબક્કે તમામની અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરાના વાઘોડિયા રોડના સનચાઈઝ કોમ્પલેક્ષમાંથી ઝડપાયેલા કુટણખાનામાં ગ્રાહકોને જવા માટે ઓનલાઈન સિલેક્શન કરવામાં આવતું હતું. PCB એ યુવતીઓ ક્યાંથી લાવવામાં આવી છે, ક્યારથી કુટણખાનું ચાલતું હતું, કુટણખાનામાં ગ્રાહકોને કેવી રીતે ઓનલાઇન આકર્ષવામાં આવતા હતા. આ મામલે તપાસ હાથ ધરી છે. હાલ તમામને પાણીગેટ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યા છે. પોલીસે આ અંગે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

વડોદરાનાં દરજીપુરા એરફોર્સ પાસે છકડો અને કન્ટેનર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 10 લોકોના મોત.

ProudOfGujarat

નડિયાદ : રોટરી ક્લબ સંચાલિત બધિર વિહાર ખાતે કોકલીયર સેન્ટર શરૂ કરાયું.

ProudOfGujarat

મેઘરાજાના મેળા અને છડીએ આકર્ષણ જમાવ્યું-ભરૂચમાં 145 કિલોની છડીને 5 કલાક ઝુલાવી-આજે બે છડીઓનું મિલન : મેઘરાજાની પ્રતિમાનું વિસર્જન કરાશે..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!