(નાણાકીય કામગીરીમાં વિલીનીકરણની અસર 1 એપ્રિલ, 2021 પ્રમાણે ઓપનિંગ નેટવર્થ સ્વરૂપે સામેલ કરાઈ છે. વધુમાં, ચાલુ વર્ષ માટેની નાણાકીય કામગીરીમાં મર્જ થયેલી કંપનીના આંકડા રજૂ કરાયા છે, તે પ્રમાણે નાણા વર્ષ 2022ના પહેલા ત્રિમાસિકને ફરી ગોઠવાયા છે. નાણાકીય કામગીરીમાં અગાઉના વર્ષ માટેના આંકડા એકલ આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ સાથે સંબંધિત છે તેથી તુલનાત્મક નથી.)
• નાણા વર્ષ 2022ના પહેલા છ મહિનામાં કંપનીની ગ્રોસ ડાયરેક્ટ પ્રીમિયમ આવક (જીડીપીઆઈ) રૂ. 86.13 અબજ થઈ હતી જે સામે નાણા વર્ષ 2021ના પહેલા અર્ધ વાર્ષિક ગાળાની આવક રૂ. 64.91 અબજ હતી. આ સમાન સમયગાળામાં ઉદ્યોગની વૃદ્ધિ (પાક સેગમેન્ટને બાદ કરતા) 16.9 ટકા હતી.
o નાણા વર્ષ 2022ના બીજા ત્રિમાસીકમાં કંપનીની જીડીપીઆઈ રૂ. 44.24 અબજ હતી જ્યારે નાણા વર્ષ 2021ના બીજા ત્રિમાસીકમાં રૂ. 31.89 અબજ હતી. પાક સેગમેન્ટને બાદ કરતા, કંપનીની જીડીપીઆઈ નાણા વર્ષ 2022ના બીજા ત્રિમાસિકમાં વધીને રૂ. 38.41 અબજ થઈ છે જે નાણા વર્ષ 2021ના બીજા ત્રિમાસીકમાં રૂ. 31.86 અબજ હતી. નાણાકીય વર્ષ 2022 માટે ઉદ્યોગનો વિકાસ (પાક સેગમેન્ટને બાદ કરતા) 17.5 ટકા હતો.
• નાણા વર્ષ 2022ના પહેલા છ માસિકમાં સંયુક્ત રેશિયો 114.3 ટકા નોંધાયો છે જે નાણા વર્ષ 2021ના પહેલા છ માસિકમાં 99.8 ટકા હતો. પૂર અને ચક્રવાતના રૂ. 0.82 અબજના નુકસાનને બાદ કરતા સંયુક્ત ગુણોત્તર નાણા વર્ષ 2022ના પહેલા છ માસિકમાં 113.0 ટકા હતો જ્યારે નાણા વર્ષ 2021ના પહેલા છ માસિકમાં 97.5 ટકા હતો જેમાં ચક્રવાત અને પૂરના રૂ. 1.07 અબજનો સમાવેશ નથી. તેમાં નાણા વર્ષ 2022ના પહેલા છ માસિકમાં હેલ્થ બુકમાં રૂ. 5.61 અબજના કોવિડ દાવાઓની અસર સામેલ છે, જે નાણા વર્ષ 2021ના પહેલા છ માસિકમાં રૂ. 1.15 અબજ હતી.
o નાણા વર્ષ 2022ના બીજા ત્રિમાસીકમાં સંયુક્ત ગુણોત્તર 105.3 ટકા હતો જ્યારે નાણા વર્ષ 2021ના બીજા ત્રિમાસીકમાં 99.7 ટકા હતો. પૂર અને ચક્રવાતના રૂ. 0.50 અબજના નુકસાનને બાદ કરતા સંયુક્ત ગુણોત્તર નાણા વર્ષ 2022ના બીજા ત્રિમાસીકમાં 103.7 ટકા હતો જ્યારે નાણા વર્ષ 2021ના બીજા ત્રિમાસીકમાં ચક્રવાત અને પૂરના રૂ. 0.77 અબજના નુક્શાનને બાદ કરતા 96.6 ટકા હતો.
• નાણા વર્ષ 2022ના પહેલા છ માસિકમાં વેરા પહેલાનો નફો (પીબીટી) રૂ. 8.52 અબજ હતો જ્યારે નાણા વર્ષ 2021ના પહેલા છ માસિકમાં રૂ. 10.86 અબજ હતો. આમાં નાણા વર્ષ 2022ના પહેલા છ માસિકમાં હેલ્થ બુકમાં રૂ. 5.61 અબજના કોવિડ દાવાની અસરનો સમાવેશ છે જે નાણા વર્ષ 2021ના પહેલા છ માસિકમાં રૂ. 1.15 અબજ હતી. જ્યારે નાણા વર્ષ 2022ના બીજા ત્રિમાસીકમાં વેરા પહેલાનો નફો રૂ. રૂ. 5.94 અબજ નોંધાયો છે જે નાણા વર્ષ 2021ના બીજા ત્રિમાસીકમાં રૂ. 5.55 અબજ હતો.
• નાણા વર્ષ 2021ના પહેલા છ માસિકમાં રૂ. 1.84 અબજના મૂડી લાભની સરખામણીએ નાણા વર્ષ 2022ના પહેલા છ મહિનામાં મૂડી લાભ રૂ. 4.71 અબજ હતો. નાણા વર્ષ 2022ના બીજા ત્રિમાસીકમાં મૂડી લાભ રૂ. 1.44 અબજનો થયો છે જે નાણા વર્ષ 2021ના બીજા ત્રિમાસીકમાં રૂ. 1.24 અબજ હતો.
• પરિણામે, નાણા વર્ષ 2022ના પહેલા છ મહિનામાં વેરા પછીનો નફો (પીએટી) રૂ.6.41 અબજ નોંધાયો છે, જે નાણા વર્ષ 2021ના પહેલા છ મહિનામાં રૂ. 8.14 અબજ હતો. જ્યારે નાણા વર્ષ 2022ના બીજા ત્રિમાસીકમાં વેરા પછીનો નફો રૂ. 4.46 અબજ હતો જે નાણા વર્ષ 2021ના બીજા ત્રિમાસીકમાં રૂ. 4.16 અબજ હતો.
• ઇક્વિટી ઉપરનું સરેરાશ વળતર (આરઓએઈ) નાણા વર્ષ 2022ના પહેલા છ માસિકમાં 15.2 ટકા હતું જે નાણા વર્ષ 2021ના પહેલા છ માસિકમાં 24.9 ટકા હતું, જ્યારે આરઓએઈ નાણા વર્ષ 2022ના બીજા ત્રિમાસીકમાં 21.0 ટકા હતું, જે નાણા વર્ષ 2021ના બીજા ત્રિમાસીકમાં 24.7 ટકા હતું.
• 30 સપ્ટેમ્બર, 2021 મુજબ સોલ્વન્સી રેશિયો 2.49x હતો જે 30 જૂન, 2021 ના રોજ 2.61x હતો અને 1.50x ની ન્યૂનતમ નિયમનકારી જરૂરિયાત કરતા વધારે હતો. 31 માર્ચ, 2021 ના રોજ સોલવન્સી રેશિયો 2.90x હતો.
• કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે નાણા વર્ષ 2022ના પહેલા છ માસિક માટે શેર દીઠ રૂ. 4.00 નું વચગાળાનું ડિવિડન્ડ જાહેર કર્યું છે.
સૂચિત્રા આયરે