Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : પાનોલી અને હથુરણ રેલ્વે સ્ટેશનની વચ્ચે બાંદ્રા – અમૃતસર એક્સપ્રેસ ટ્રેન હેઠળ એક અજાણ્યા ઇસમે આત્મહત્યા કરી જીવન ટુંકાવ્યું.

Share

ભરૂચ જિલ્લાના પાનોલી અને હથુરણ રેલ્વે સ્ટેશનની વચ્ચે એક અજાણ્યા ઈસમે બાંદ્રા – અમૃતસર એક્સપ્રેસ ટ્રેન હેઠળ પડતુ મૂકી આત્મહત્યા કરી લીધી હતી. ભરૂચ રેલવે પોલીસ સુત્રિય માહિતી અનુસાર એક અજાણ્યો પુરુષ ઉ.વ. ૪૦ ના આશરાના એક અજાણ્યા ઈસમે ગતરોજ ૪:૨૮ વાગ્યા પહેલા પાનોલી અને હથુરણ રેલ્વે સ્ટેશનની વચ્ચે રેલ્વે કિમી નંબર ૩૦૫/૨૦ ના થાંભલા પાસે ડાઉન રેલવે લાઇન ઉપર ટ્રેન નંબર ૦૨૯૨૫ ડાઉન બાંદ્રા અમૃતસર એક્સપ્રેસ ટ્રેન આગળ પડતું મૂકી આપઘાત કરી લીધો હતો.

ઘટનાની જાણ થતા ભરૂચ રેલવે પોલીસ મથકના એએસઆઇ હસનભાઈ નાયક કડાએ ઘટના સ્થળે પહોંચી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. મૃતક ઈસમ રંગે શ્યામ વરણો, મધ્યમ બાંધાનો ઊંચાઈ પાંચ × પાંચ ફૂટ તથા બદનમાં ઉગાડો કમરમાં ભુરા કલરનું જીન્સ પેન્ટ ફાટેલું પહેરેલ છે મૃતકના વાલીવારસોને ભરૂચ રેલવે પોલીસ મથકનો સંપર્ક કરવા જણાવાયું છે.

Advertisement

યાકુબ પટેલ, પાલેજ


Share

Related posts

અંકલેશ્વર – ચૌટા બજાર વિસ્તારમાં ગઈકાલે બનેલ ઘટનાને લઈ અંકલેશ્વરના જાગૃત યુવાન દ્વારા ગેરકાયદેસર દબાણ હટાવવાની માંગ કરવામાં આવી.

ProudOfGujarat

લીંબડી ખાતે સાધુ સંતોની બેઠક યોજાઇ, 200 ઉપરાંત દેશભરના સાધુ સંતો હાજર રહ્યા

ProudOfGujarat

મંદીના માહોલમાં ઉદ્યોગોને કોઈ વધારાની રાહત નથી મળી : બી એસ પટેલ, પ્રમુખ, પાનોલી ઉદ્યોગ મંડળ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!