Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : ભારતીય વિદ્યા ભવન G.I.P.C.L એકેડમીમાં ૭૫ માં આઝાદીનાં અમૃત મહોત્સવની ઉજવણી કરાઇ.

Share

માંગરોળ તાલુકાના નાની નરોલી ગામે કાર્યરત ભારતીય વિદ્યા ભવન G.I.P.C.L એકેડમીમાં 75 માં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી નિમિત્તે વિદ્યાર્થીઓએ આઝાદીની થીમ પર અલગ-અલગ નવરંગી આકર્ષક રંગોળી બનાવી આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી હતી.

આચાર્ય વૈભવ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીનું આયોજન થયું હતું. દીવાળી વેકેશન પૂર્વે શાળામાં ઉત્સવનો માહોલ જમ્યો છે ત્યારે શાળાના વિદ્યાર્થીઓમાં સંસ્કૃતિ- ઉત્સવ સાથેનું જોડાણ રહે સાથે પોતાની આવડત-કૌશલ્ય બહાર આવે એ હેતુ આઝાદીની થીમ પર રંગોળી સ્પર્ધાનું આયોજન થયું હતું. શાળાના બાળકોએ કલાત્મક આકર્ષક રંગોળી પૂરી, શાળાને સુશોભિત કરી હતી, બાદ વર્ચ્યુઅલ કાર્યક્રમનો પણ આનંદ માણ્યો હતો.

શાળાના આચાર્ય વૈભવ અગ્રવાલ દ્વારા અમૃત મહોત્સવની ઉજવણીમાં વર્ચ્યુઅલ માધ્યમથી હાજર રહેલા અમેરિકા સ્થિત સફળ ઓનલાઇન બિઝનેસમેન મુખ્ય અતિથિ નિત્યાની રિઝિયાનું સ્વાગત કરવામાં આવ્યું. તેમના હસ્તે રંગોળી સ્પર્ધાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તેઓ હાલ સ્નાતક બિઝનેસ, એડમિનિસ્ટ્રેશન તથા વર્લાસની સહ -સ્થાપકનો હોદ્દો ધરાવે છે. વર્લાસ ડાયરેક્ટ ટુ કન્ઝ્યુમર લક્ઝરી બ્રાન્ડ છે જે હીરાના ઘરેણાં ઓનલાઇન વેચે છે. સમગ્ર વ્યવસાય તેમણે પોતાનાં આપબળ પર વિકસાવ્યો છે. નાની ઉંમરમાં જ આટલી પ્રગતિ કરવા બદલ તેમણે વિદ્યાર્થીઓને પોતાના વક્તવ્ય દ્વારા પ્રોત્સાહન આપી જણાવ્યું કે આપણે જીવનમાં જે કંઈ કરવું છે તેને દિવસમાં બે વાર યાદ કરો તો તમને પ્રગતિના માર્ગ પર સફળતા જરૂર મળશે. આમ તેમણે પ્રેરણાદાયક શબ્દો દ્વારા વિદ્યાર્થીઓને આગળ વધવાના માર્ગ પર પ્રોત્સાહન આપ્યું. ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા પ્રશ્નોત્તરી કરવામાં આવી જેના તેમણે સંતોષકારક ઉત્તર આપ્યા હતા.

Advertisement

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

બ્રિટિશ PM બોરિસ જોનસનની પાર્ટીના સાંસદની ચાકુ મારી હત્યા : પોલીસે કરી આરોપીની ધરપકડ

ProudOfGujarat

ઝઘડિયા સહિત અન્ય તાલુકામાં ઝડપાયેલ દારૂનો નાશ કરાયો.

ProudOfGujarat

ભરૂચ ટોલપ્લાઝા પાસેથી કોન્સ્ટેબલ રૂ. 50 ની લાંચ લેતા ઝડપાયો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!