Proud of Gujarat
INDIAFeaturedGujarat

વડોદરા ડિવિઝન પર પહેલીવાર કિસાન રેલ મારફતે ડુંગળીનાં લોડિંગની શરૂઆત કરાઇ.

Share

પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનથી પહેલીવાર કિસાન રેલના માધ્યમથી ડુંગળીના લોડિંગની શરૂઆત કરવામાં આવી. આના માટે ડિવિઝનના ભરૂચ સ્ટેશનથી પશ્ચિમ બંગાળના માલદા ટાઉન માટે ડુંગળીનું પરિવહન કરવામાં આવી રહ્યું છે.

ડિવિઝનલ રેલવે મેનેજર અમિત ગુપ્તાએ જણાવ્યું કે કિસાન રેલના માધ્યમથી ભારતીય રેલવે દ્વારા કૃષિ ઉત્પાદનો માટે સલામત, ઝડપી તથા સસ્તા પરિવહન ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે. વડોદરા ડિવિઝનમાં રચિત બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટના પ્રયત્નોથી પશ્ચિમ રેલવેને સતત સફળતા મળી છે. ડુંગળી જેમ સામાન્ય રીતે રોડ માર્ગે મોકલવામાં આવતી હતી. આ ટ્રાફિકને રોડથી રેલવે તરફ ડાયવર્ટ કરવામાં સફળતા મળી છે. ડિવિઝનથી પ્રથમ ડુંગળીની કિસાન રેલ ભરૂચથી માલદા ટાઉન માટે ચલાવવામાં આવી. જેમાં 20 જનરલ કોચમાં 228.11 ટન ડુંગળીનું પરિવહન કરવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનિય છે કે કિસાન રેલથી પરિવહન કરવા પર રેલવેથી ભાડામાં સબસિડી આપવામાં આવે છે. જેમાં આ રેકથી કુલ રૂ. 11 લાખના રાજસ્વની આવક થઈ છે. આ પ્રકારે વડોદરા ડિવિઝનથી અત્યાર સુધી 9 કિસાન રેલનુ સંચાલન કરવામાં આવ્યું છે.

Advertisement

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

વડોદરા:અજાણ્યા વાહનની અડફેટે અકસ્માતમા દીપડાનું મોત…

ProudOfGujarat

ભરૂચ લોકસભાનાં સાંસદ સભ્ય પાર્લામેન્ટમાં ચર્ચા દરમ્યાન નિંદ્રા માણતા ટીવીના કેમેરામાં કેદ થયા હતા.

ProudOfGujarat

સુરત સચિન વિસ્તારમાંથી છ મહિના પહેલા ગુમ થયેલી કિશોરી અમદાવાદમાંથી મળી આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!