હાલ નર્મદા કિનારે નર્મદાની મહાઆરતી માટે હાલ 15 કરોડના ખર્ચે નર્મદા ઘાટ બની રહ્યો છે. જેનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કરવાના છે. આ ઘાટ હવે લગભગ પૂર્ણતાને આરે આવીને ઉભો છે. ત્યારે હવે આ ઘાટના નામકરણ અંગે સાધુ સંતોમાં વિવાદ ઉભો થયો છે. આ પહેલા આ ઘાટને ત્યાગી ઘાટ નામ આપવામાં આવ્યું હતું. હાલ આ નામ બદલી નંખાયું છે. આ ઘાટનું ભારતી ઘાટ કોઈએ રાખ્યું છે ત્યારે આ અંગે ઘાટના નામકરણ અંગે સાધુ સંતોમાં જુદા જુદા મતો જોવા મળી રહ્યો છે. આ આગાઉ નર્મદા પુત્ર સાંવરિયા મહારાજે આ ઘાટનું નામ શુલપાણેશ્વર ઘાટ આપવાની માંગ કરી છે. તો હવે વશીષ્ઠ આશ્રમ સેવા સંસ્થાનના સંતો દ્વારાઆ ઘાટનું નામ જગતગુરૂ શંકરાચાર્ય ઘાટ નામ આપવાની માંગ કરી છે.
આ બાબતે વશીષ્ઠ આશ્રમ સેવા સંસ્થાન, વાંદરીયાના દ્વારા સંચાલક સ્વામી ધર્માનંદજી મહારાજે સરદાર વલ્લભભાઇ પટેલ એકતા ટ્રસ્ટને ઉદ્દેશીને લખેલુ આવેદન પત્ર છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવા તથા નર્મદા જિલ્લા ભાજપા પ્રમુખ ઘનશ્યામ પટેલને આવેદન સુપ્રત કર્યું હતું.
આ આવેદનમાં જણાવ્યું છે કે નર્મદા જીલ્લાના ગોરા ગામે હાલમાં સરકાર દ્વારા નવ નિર્માણ નર્મદા આરતી માટેનું ઘાટનું કામ કરવામાં આવ્યું છે. આ નર્મદા નદીના કિનારે સનાતન ધર્મના ધર્મગુરૂ આદિ જગતગુરૂ શંકરાચાર્ય મહારાજે તપસ્યા કરીને અલૌકિક જ્ઞાન પ્રાપ્ત કરીને સમગ્ર વિશ્વમાં સનાતન ધર્મ સંસ્કૃતિનું અજવાળું કરાવ્યું હતું. સંસ્કૃતિની સાથે-સાથે જે સંસ્કૃતિને તોડવાના દ્રઢ પ્રયાસો કરતા હતા એવા અસામાજીક તત્વોનો નાશ કરાવ્યો હતો. એવા મહાપુરૂષ એમને સાચી શ્રદ્ધાંજલી આપવા રૂપે આ ઘાટનું નામ આદિ જગત ગુરૂ શંકરાચાર્ય ઘાટ રાખવો એવી માંગણી નર્મદા નદીના કિનારે રહેતા સાધુ સંતો મહંતો અને ભાવિક ભકતો કરી રહ્યા છે. જયારે પણ થાય ત્યારે આદિજગત ગુરૂ શંકરાચાર્ય ઘાટના નામથી જ કરવા વિનંતી છે.
આ ઘાટનું નામ વ્યકિત વિશેષ નામ ઉપર કરવામાં આવશે તો સમગ્ર નર્મદા નદીના સાધુ સંતો ભકતો ભાવિકો અને પરિક્રમાવાસીઓ દ્વારા આંદોલન કરવામાં આવશે. આદિ જગત ગુરૂ શંકરાચાર્ય મહારાજે આજથી 3O0 હજાર વર્ષ પહેલા તપસ્યા કરીને નર્મદા સ્ત્રોત આરતીની પણ એમના દ્વારા રચના કરવામાં આવી હતી. જે આજે પણ નર્મદાનાં સાધુ, સંતો રોજ સાંજ-સવાર આરતી અને નર્મદાષ્ટકમ કરીને આપણું જીવન ધન્ય બનાવે છે અને કોઇપણ પર્સનલ નામથી બોર્ડ લગાવશે તો બીજા પણ સાધુ સંતો તેમના બોર્ડ અને નામ લગાવવામાં આવશે એવી ચીમકી પણ આપવામાં આવી છે.
જ્યોતિ જગતાપ, રાજપીપલા