Proud of Gujarat
FeaturedGujaratINDIA

નાંદોદ તાલુકાના બીડ (રસેલા) ગામમાં ગટર લાઈન તથા પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાતા સાંસદ મનસુખ વસાવાએ જિલ્લા કલેકટરને કરી રજૂઆત.

Share

ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાએ નર્મદા જિલ્લા કલેકટરને લેખિતમાં આવેદન આપ્યું છે. તેમાં જણાવ્યું છે કે નાંદોદ તાલુકાના બીડ (રસેલા) ગામમાં ગટર લાઈન તથા પીવાના પાણીની ભારે ગંભીર સમસ્યા છે. આ બંને સમસ્યાથી લોકો ખૂબ જ પરેશાન થઈ રહ્યા છે. બીડ ગામના આગેવાનોએ મને લેખિત રજૂઆત કરી છે અને જણાવ્યું છે કે છેલ્લા છ મહિનાથી ગટર તૂટી ગઈ છે. ગંદુ પાણી આખા ગામમાં ફેલાઈ રહ્યું છે. જેને કારણે ગામલોકોને તથા શાળાના શિક્ષકો તથા નાના બાળકોને આવવા-જવામાં ખૂબ જ તકલીફ પડી રહી છે. રોગચાળાની દહેશત છે.

આ ઉપરાંત ગામમાં પીવાના પાણીનો મીઠો બોર હતો. તેમાંથી સરપંચ તથા તલાટી મોટર કાઢીને લઈ ગયા છે. ઉગ્ર રજૂઆત કરતા મોટર મીઠા પાણીના બોરમાં નાખવાને બદલે જુના દૂષિત પાણીવાળા બોરમાં મોટર નાંખી દીધી છે. આ બોરનું પાણી દુષિત છે. જે પીવાલાયક નથી. આ પાણી દૂષિત હોવાથી પીવાના પાણી માટે પાણી વાપરી શકાય તેમ નથી. ગામ લોકોની ફરિયાદ છે કે આ પાણી પીવાથી જીભ ફાટી જાય છે.અને પેટ બગડી જાય છે અને ગભરામણ પણ થાય છે. આશ્ચર્યની વાત તો એ છે કે ગામલોકો એક કિલોમીટર દૂરથી ચાલીને રસેલાથી પાણી લાવીને પીવે છે.

Advertisement

આ બંને સમસ્યાથી લોકો હેરાન-પરેશાન થઇ ગયા છે. સરપંચ તલાટી તથા ગ્રામ પંચાયતને જાણ કરવા છતાં આ લોકો કોઈનું સાંભળતા નથી એવી ગ્રામજનોની ફરિયાદ છે. આ બાબતે સાંસદ મનસુખ વસાવાએ જિલ્લા કલેકટરને અને જિલ્લા વિકાસ અધિકારી નર્મદાને લેખિત રજુઆત કરી ધ્યાન દોરી બન્ને પ્રશ્નોનું નિરાકરણ લાવવા રજૂઆત કરી છે.

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

ભરૂચ નગરપાલિકામાં ઉલટી ગંગા વહી : સિવિક સેન્ટરમાં વેરો ભરવા આવેલા લોકો અટવાયા..!

ProudOfGujarat

પાવાગઢ ખાતે તળેટીથી માંચી સુધીના રૂટ ઉપર ભારે તેમજ હળવા વાહનો ૨ થી ૧૬ એપ્રિલ સુધી ન જવા પર પ્રતિબંધ.

ProudOfGujarat

કરજણ – શિનોર પોલીસ દ્વારા ઝડપી પાડેલા એક કરોડ ઉપરાંતના દારૂનો જથ્થો નાશ કરાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!