અંકલેશ્વર તાલુકાના સબ રજિસ્ટ્રાર પ્રતાપ જેસિંગભાઇ રથવી રૂપિયા 8 હજારની લાંચ લેતા એસીબી એ રંગેહાથ ઝડપી પાડતા સરકારી બાબુઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.
અંકલેશ્વર તાલુકાના એક રહીશ દસ્તાવેજના કામ અર્થે સબ રજિસ્ટ્રાર કચેરીએ ગયા હતા. જ્યાં દસ્તાવેજમાં સહી કરી આપવાના અવેજ રૂપે સબ રજિસ્ટ્રાર પ્રતાપ રથવીએ લાંચની માંગણી કરી હતી. જોકે ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોય આ અંગે એન્ટીકરપશન બ્યુરોમાં ફરિયાદ આપવામાં આવી હતી. ફરિયાદના આધારે બુધવારે અંકલેશ્વર સબ રજિસ્ટ્રાર કચેરીએ એસીબી એ છટકું ગોઠવું હતું. જેમાં રૂ. 8 હજારની લાંચ લેતા પ્રતાપ રથવી રંગેહાથ ઝડપાઇ જતા એસીબી એ તેઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Advertisement
મુકેશ વસાવા : અંકલેશ્વર