Proud of Gujarat
INDIAFeaturedGujarat

લીંબડી ખાતે શરદ પુનમના રોજ નવદુર્ગા નવચંડી મહાયજ્ઞનુ પ્રસાદ સાથે આયોજન કરવામાં આવ્યું.

Share

નવદુર્ગાના નવલા નોરતા પુરા થતા લીંબડી ખાતે આવેલ શ્રી ભગવતી યુવક મંડળ ખાડીયા પરા, શ્રી રામપ્રસાદ સેવા મંડળ વચલાપરા અને શ્રી શક્તિ સહાયક મંડળ મંદિરપરા ખાતે નવચંડી મહાયજ્ઞનુ આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આજે જ્યારે શરદ પુનમ હોય ત્યારે આ ત્રણેય વિસ્તારમાં નવચંડી મહાયજ્ઞનુ પ્રસાદ સાથે આયોજન કરવામાં આવ્યું હતું.

ખાડીયાપરા ખાતે યજમાન તરીકે ભરતભાઈ ગણપતભાઈ ચૌહાણ, વચલાપરા ખાતે મહાદેવભાઈ કાનજીભાઈ ચાવડા, અને મંદિરપરા માં હાર્દિકભાઈ નટુભાઈ ખાદલાએ લાભ લીધો હતો ત્યારે શ્રીભગવતી યુવક મંડળ ખાડીયાપરામા આયોજક તરીકે પરસોતમભાઈ ચાવડા, શાંતિલાલ ચાવડા, મહેન્દ્ર ચૌહાણ અને શ્રીરામપ્રસાદ સેવા મંડળ વચલાપરામા આયોજક તરીકે યોગેશભાઈ જાદવ, દિપકભાઈ ચાવડા, હિતેષભાઇ હિરાણી તથા શ્રીશક્તિ સહાયક મંડળ મંદિરપરા ખાતે આયોજક તરીકે મુળજીભાઇ પરમાર,રાજુભાઈ રાઠોડ, હકાભાઈ ઘન્ટીવાળા અને દલસુખભાઈ ચૌહાણ દ્વારા સારી કામગીરી કરવામાં આવી હતી ત્યારે શ્રી ભગવતી યુવક મંડળ દ્વારા 30 વર્ષથી, શ્રી રામપ્રસાદ મંડળ દ્વારા 50 વર્ષ થી અને શ્રી શક્તિ સહાયક મંડળ 50 વર્ષથી નવચંડી મહાયજ્ઞનુ આયોજન કરવામાં આવે છે ત્યારે આ આયોજનથી સમાજની એકતાનુ ઉદાહરણ જોવા મળે છે

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

વિરમગામ તાલુકામાં આરોગ્ય વિભાગ દ્વારા કોરોના વાયરસ અંગે જનજાગૃતિ સહિતની કામગીરી હાથ ધરાઇ.

ProudOfGujarat

રાજપીપલા સંતોષ ચોકડી મહાકાલેશ્વર મંદિરના તાળા તૂટ્યા.

ProudOfGujarat

સુરત : CAA અને NRC ના સમર્થનમાં સુરત નાગરિક સમિતિ દ્વારા વનિતા વિશ્રામ ગ્રાઉન્ડથી કલેક્ટર કચેરી સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!