મહિલાઓએ આત્મનિર્ભર બનવું ઘણું આવશ્યક બન્યું છે ત્યારે ઇનરવ્હીલ ઓફ અંકલેશ્વરની મહિલાઓ દ્વારા ગામડાઓની જરૂરિયાતમંદ બહેનોને ઘરગથ્થું કામ કરી શકે અને પરિવારને પણ સાચવી શકે તે હેતુસર જરૂરિયાતની વસ્તુઓનું વિતરણ કરવાનો ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
કાર્યક્રમનો મુખ્ય હેતુ કોરોના મહામારી બાદ વધતી જતી મોંઘવારીને પહોચી વાળવા માટે આત્મનિર્ભર બનવાનો છે. કાર્યક્રમમાં ખાસ મહેમાન તરીકે ડિસ્ટ્રીક્ટ ચેરમેન સુષ્મા અગ્રવાલ હાજર રહ્યા હતા અને મહિલાઓની આવડતમાં વધારો કરવા માટે જરુરિયાત મંદ અને ગરીબ મહિલાઓને પાર્લરની કીટ સાડી અને સીવણ કરવા માટેના મશીનોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ભવિષ્યમાં કોઈના પર પણ નિર્ભર ન રહેવું પડે તે મુજબનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ગામડાઓમાં હાલ પણ મહિલાઓ આત્મનિર્ભર નથી તો તેઓ માટે આ પ્રકારના કાર્યક્રમો ઘણા પ્રેરીત કરે છે.
Advertisement