Proud of Gujarat
INDIAFeaturedGujarat

અંકલેશ્વર ખરોડ ચોકડી પાસેથી શંકાસ્પદ જવલનશીલ ઓઇલ ભરેલ ટેન્કર સાથે બે આરોપીઓ ઝડપાયા.

Share

અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 48 ઉપર ખરોડ ચોકડી પાસે આવેલ હોટલ લેન્ડમાર્ક પાસેથી ગેરકાયદેસર રીતે શંકાસ્પદ જવલનશીલ ઓઇલ 12,000 લીટર જેની કિંમત રૂ. 6,00,000/- નો જથ્થો ભરેલ ટેન્કર સાથે બે આરોપીઓને ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયા હતા.

છેલ્લા કેટલાય વર્ષોથી સમગ્ર ગુજરાત પ્રદેશમાં બાયોડીઝલના વેચાણ પર અંકુશ મુકવામાં આવ્યો છે પરંતુ ક્યાંકને ક્યાંક બાયોડીઝલના વેપલાનું લાખોનું કૌભાંડ ચાલી રહ્યું છે. લોકો તેનું ઉત્પાદન કરી અને તેનું ટેન્કરો ભરી ભરીને વેચાણ કરી રહ્યા છે. તંત્રને મીડિયાના માધ્યમથી અવારનવાર જાણ પણ કરવામાં આવી છે.

ગત તારીખ 18 મી ઓક્ટોબરના રોજ એલ.સી.બી. અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન નેશનલ હાઇવે નંબર 48 ઉપર ખરોડ ચોકડી પાસે આવેલ હોટલ લેન્ડમાર્ક પાસે એક ટેન્કર નંબર GJ 19 V 2625 માં શંકાસ્પદ બાયોડીઝલનો જથ્થો ભરેલો મળી આવ્યો હતો. ટેન્કરમા તપાસ કરતા કુલ 12000 લીટર શંકાસ્પદ પ્રવાહી ભરેલુ મળી આવતા જેના કોઇ આધાર પુરાવા કે પાસ પરવાના રજુ કરેલ નહી. ફાયર સેફટીને લગતા કોઇ ઉપકરણો ઉપલ્બધ ન હોવાનુ જણાઇ આવ્યું હતું. જરૂરી નમુનાઓ મેળવી શંકાસ્પદ જવલનશીલ પ્રવાહી 12000 લીટર કિંમત રૂ.6 લાખ તથા ટેન્કર તેમજ અન્ય મુદ્દામાલ કાયદેસર કાર્યવાહી કરી કબ્જે કરવામા આવ્યા. FSL અધિકારી તેમજ પુરવઠા મામલતદારને બોલાવી તપાસ કરતા ટેન્કરમા જવલનશીલ પ્રવાહી સંગ્રહ કરવામા આવેલ હોવાનુ જાણવા મળ્યું હતું. સ્થળ ઉપરથી પકડાયેલ બંને ઇસમો તથા જવલનશીલ તથા ભરી આપનાર વિરુદ્ધ અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરાઈ છે.

પકડાયેલ આરોપી :
૧. અબ્દુલહુશેન ઉર્ફે મખદુમહુશેન આરબ રહે. આમોદ, મસ્જીદ પાસે, ભરૂચ
૨. અકબર અફસર શેખ રહે. કોસંબા, ઇદગાહ ફળિયું, સુરત

Advertisement

Share

Related posts

પંચમહાલ : કાલોલ ન.પાલિકાની પીવાના પાણીની સુવિધાઓની મિલકતો અને કોમ્યુનિટી હોલની આ સરકારી પડતર જમીનનો માલીકી હક્ક બદલાઈ ગયો.!!

ProudOfGujarat

સુરતનાં વેસુ વિસ્તારમાં આવેલી એસ.ડી.જૈન સ્કૂલમાં ફી વધુ લેવામાં આવવાથી વાલીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો.

ProudOfGujarat

ભરૂચનાં પાંચબત્તી વિસ્તારમાં એક યુવક સાથે લૂંટની ઘટના બની…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!