ભરૂચના ઐતિહાસિક રણછોડજી મંદિરમાં આવતીકાલે શરદ પૂર્ણિમની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવશે તે સાથે ભજન અને દીપમાળા શણગારવામાં આવશે જેથી ભાવિક ભક્તોને દર્શનનો લાભ લેવા મંદિરના મહંતે જણાવ્યું હતુ.
આવતીકાલે શરદ પૂર્ણિમા હોવાથી ભરૂચ સ્થિત રણછોડજી મંદિરમાં ઉત્સાહભેર ભવ્ય ઉજવણી કરવામાં આવશે. ભરૂચ જીલ્લાનું ઐતિહાસિક રણછોડરાય મંદિર ૨૦૦ વર્ષ જુનું છે. જેમાં શરદ પૂર્ણિમની પરંપરાગત ઉજવણી થશે. જેમાં ડાકોરની જેમ અહિયા પણ દીવા દાંડી એટલે કે દીપ માળા પણ દીવાથી પ્રજવલિત કરવામાં આવશે જેથી મંદિરનું પ્રાંગણ દીપનાં ઉજાસથી ઝળહળી ઉઠશે. રાત્રીના ૧૨ વાગે મંદિરમાં રણછોડરાયની ભવ્ય આરતી કરવામાં આવશે.
Advertisement