સમગ્ર ભરૂચ શહેરમાં રસ્તાના પેચવર્ક માટે સરકાર દ્વારા ૭૦ લાખ ફાળવવામાં આવ્યા હતા. ચોમાસુ શરુ થતાની સાથે જ પંથકમાં ઠેર ઠેર મસમોટા ખાડા પડી ગયા હતા. જેથી પંથકના લોકો ત્રસ્ત થઇ ચુક્યા હતા. લોકો દ્વારા નગરપાલિકા તંત્રને અવારનવાર રજુઆતો કરવામાં આવી હતી અને હવે ચોમસુ પૂરુ થવાને આરે છે ત્યારે પાલિકા તંત્ર દ્વારા કામગરી હાથ ધરવામાં આવી છે.
નવા સી.એમ ભુપેન્દ્ર પટેલ આવનાર હતા તે સમયે સિવિલ રોડનું પેચવર્ક કરવામાં આવ્યું હતું, જે બાદ ગત રવિવારના રોજ સરકાર દ્વારા ૭૦ લાખના ખર્ચ થકી પાલિકા તંત્રએ કામગીરી હાથ ધરી છે. રસ્તાઓ પર પેચવર્ક કામ શરુ કરાવ્યું છે અને તેઓ રૂબરૂ હાજર રહી અને રાત્રીના સમયે કામગીરી કરાવી રહ્યા છે ત્યારે વિપક્ષ નેતા સ્થળ પર આવી કામગીરીની ગુણવત્તાનું નિરક્ષણ કર્યું હતું. પરંતુ રસ્તામાં પેચવર્ક તો કરાયું પણ રસ્તાઓ ઉબડખાબડ બનાવામાં આવ્યા છે. રસ્તાનું લેવલીંગ કરવામાં આવ્યું નથી.
સત્તા પ્રમુખ અને વિપક્ષ બંને હાજર હોવા છતાં ગુણવત્તાનું નિરિક્ષણ કરવામાં આવ્યું પરંતુ રસ્તાનું લેવલીંગનું નિરિક્ષણ ન કરવામાં આવ્યું ત્યારે શું બન્ને પક્ષ માત્ર મીડિયા સામે જણાવવા માટે કામગીરી કરે છે? આમાં વેઠવાનો વારો જાહેર જનતાનો આવે છે. ટેક્સ ભરવા છતાં સુવિધાઓ મળતી નથી અને સુવિધાઓ કામચલાઉ કામગીરી વાળી આપવામાં આવે છે ત્યારે જનતા ભોગ બને છે.
રીધ્ધી પંચાલ, ભરૂચ