અંકલેશ્વરમાં દિન પ્રતિદિન રખડતા ઢોરોનો ત્રાસ યથાવત રહેતા અકસ્માત થવાનો ભય છવાયો છે. તેવામાં પાલિકા દ્વારા લાખોના ખર્ચે બનાવાયેલ ઢોર પકડવાનું પાંજરૂ પણ શોભાના ગાંઠીયા સમાન બનતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. રસ્તે રખડતા ઢોરો ગમે ત્યાં અચાનક જ વળાંક લઇ લેતા હોય છે ત્યારે ઢોર ઢાખરને પણ ઈજાઓ પહોંચતી હોય છે અને જનતાને પણ ઘણી મુશ્કેલી વધવા પામે છે. ઢોરોના લીધે અમુક લોકોના મોત પણ નીપજે છે ત્યારે તંત્ર પાંજરા શા માટે લાવી છે તે જોવું રહ્યું. કેટલીકવાર રસ્તા પર ઢોર બેસી રહેતા હોવાથી લોકોનાં સમયનો વેડફાટ થાય છે ત્યારે તંત્રએ જાગૃત થવું જોઈએ.
અંકલેશ્વરમાં રખડતા ઢોરોને પકડવાની કામગીરી ઠપ બનતા જ મુખ્ય માર્ગો ઉપર રખડતા ઢોરના ત્રાસથી પ્રજામાં અકસ્માત થવાનો ભય ફેલાયો છે. તહેવાર નજીક હોય તેવામાં આ રખડતા ઢોરના પગલે અકસ્માત સર્જાય તો કોણ જવાબદાર? લાખો રૂપિયાના ખર્ચે પાલિકા દ્વારા બનાવાયેલ ઢોર પકડવાનું પાંજરૂ પણ શોભાના ગાંઠીયા સમાન બનતા સ્થાનિકોમાં પાલિકા પ્રત્યે રોષ ફેલાયેલો જોવા મળ્યો હતો.
મુકેશ વસાવા : અંકલેશ્વર
અંકલેશ્વરમાં રખડતા ઢોરનાં ત્રાસથી પ્રજામાં અકસ્માત થવાનો ભય વધ્યો.
Advertisement