Proud of Gujarat
GujaratFeaturedINDIA

પંચમહાલ : ગોધરાના વાલ્મીકીવાસ સહિત અન્ય વિસ્તારમાં પીવાનું પાણી દુષિત, નગરજનોમાં રોગચાળાની દહેશત.

Share

ગોધરા નગરના વાલ્મીકી વાસ સહિત ઢોલીવાસ, તીરઘરવાસ, કુંભારવાડા વિસ્તારમાં છેલ્લા એક અઠવાડિયાથી પીવાનું પાણી દુષિત આવે છે. જેના કારણે પાણીજન્ય રોગચાળો ફાટી નીકળવાની દહેશત પ્રવર્તી રહી છે. આ સંદર્ભે ગોધરાના નગરજનોએ જણાવ્યું હતું કે, ગોધરાના નગરમાં વાલ્મીકી વાસ સહિત ઢોલીવાસ, તીરઘરવાસ કુંભારવાડા વિસ્તારમાં છેલ્લા એક અઠવાડિયાથી પીવાનું પાણી દુષિત આવતું હતુ.

આ વિસ્તારની પાણીની પાઇપલાઇનમાંથી લીલ અને શેવાળ ભળી જતાં આ સમસ્યા સર્જાય છે. જેના કારણે મહિલાઓને પીવાનું તથા ઘરવપરાશનું પાણી ભરવા માટે અન્ય સોસાયટીઓમાં જવું પડે છે. જયારે કેટલાક નગરજનો પાણીના જગ વેચાતા મંગાવે છે. આ બાબતે નગરપાલિકાના સત્તાધીશો સમક્ષ રજુઆતો કરવા છતાં પણ આંખ આડા કાન કરી રહ્યા છે સમગ્ર રાજ્ય સહિત જિલ્લાઓમાં ડેન્ગ્યુ, ચિકન ગુનિયા, અને પાણીજન્ય રોગચાળાએ માથુ ઉંચકીયુ છે અને તમામ હોસ્પિટલમાં દર્દીઓથી ઉભરાય છે ત્યારે ગોધરા નગરપાલિકાની ઘોર બેદરકારીનો ભોગ આમ પ્રજા ભોગવી રહ્યા છે છેલ્લા એક અઠવાડિયાથી પીવાનું પાણી અત્યંત દુષિત અને લીલ શેવાળવાળું આવતાં પાણીજન્ય રોગ થવાની શક્યતા ઉભી થવા પામી છે.

ત્યારે આ વિસ્તારમાં રહેતા સ્થાનિક રહીશ વિઠ્ઠલભાઈ પરમારે જણાવ્યું હતું કે ગોધરા નગરપાલિકામાં લીલ શેવાળવાળા પાણીનું સેમ્પલ લઈ જઈ રજૂઆત કરી હતી કે અમારા વિસ્તારમાં છેલ્લા એક અઠવાડિયાથી પીવાનું પાણી અત્યંત દુષિત અને લીલ શેવાળવાળું આવે છે જેના કારણે પાણીજન્ય રોગચાળો ફાટી નીકળવાની દહેશત ઉભી થવા પામી છે ત્યારે આપણા દ્વારા સત્વરે દુષિત પાણીની તપાસ કરી યોગ્ય નિકાલ કરવા માટે ધારદાર રજુઆત કરી હતી આ ઉપરાંત આ વિસ્તારની સ્થાનિક મહિલાઓએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે અમારા વિસ્તારમાં આજ પ્રકારનું પીવાનું પાણી આવશે અને અમારા વિસ્તારના લોકો કઈ પણ કશું થશે તો તેની સંપૂર્ણ જવાબદારી નગરપાલિકામાં બેઠેલા સત્તાધીશોની રહેશે તેમ કહી તેમનો આક્રોશ ઠાલવ્યો હતો.

Advertisement

પંચમહાલ રાજુ સોલંકી


Share

Related posts

માંગરોળ : કંસાલી ગામે ડૉ.શ્યામા પ્રસાદ મુખરજીના બલિદાન દિવસ નિમિત્તે વૃક્ષારોપણ કરાયું.

ProudOfGujarat

વડોદરાનાં ભાજપનાં બળવાખોર નેતાઓને સમજાવવા ગૃહમંત્રી વડોદરા પહોંચ્યા.

ProudOfGujarat

ભરૂચ ખાતે ભારત ભારતી સંસ્થા દ્વારા વિવિધ સમાજનાં આગેવાનોની મિંટીંગ યોજાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!