અંકલેશ્વરના ભરૂચી નાકા જવાહર બાગ બાજુમાં આવેલ જલારામ એપાર્ટમેન્ટમાં પુનઃ તસ્કરો ત્રાટક્યા હતા અને એક જ રાત્રીમાં 3 જેટલા ફ્લેટને નિશાન બનાવ્યા હતા. તસ્કરો બીજા માળે આવેલા ફ્લેટ નંબર 35 માં પ્રહેતા હિરેનભાઈ અશોકભાઈ સોની પરિવાર સાથે ગતરોજ રાજપારડી ખાતે કામ અર્થે બહાર ગામ નીકળ્યા હતા તે દરમિયાન તેમના બંધ ફ્લેટને તસ્કરો નિશાન બનાવી દરવાજાને કોઈ સાધન વડે ખોલી અંદર પ્રવેશ્યા હતા અને અંદર રહેલ તિજોરીમાંથી સોના ચાંદીના દાગીના અને 2,60,800 રૂપિયાની મત્તા પર હાથફેરો કરી ફરાર થઇ ગયા હતા.
જે અંગે સવાર પાડોશી દ્વારા જાણ કરવામાં આવતા તેઓ દોડી આવ્યા હતા. અંકલેશ્વર શહેર પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો. એન એફ.એસ.એલ, ડોગ સ્કોર્ડ, ફિંગર પ્રિન્ટ એક્ષ્પર્ટનીથી મદદથી વધુ તપાસ આરંભી હતી. ઘટના અંગે હિરેન સોની દ્વારા શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા 2.60 લાખ રૂપિયાની ચોરીનો ગુનો નોંધી તેમજ અન્ય 2 ફ્લેટમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ નોંધી વધુ તપાસનો દોર શરુ કર્યો હતો.
આ ઉપરાંત અંકલેશ્વર રામકુંડ રોડ પર પણ તસ્કરો તપસ્વી નગરમાં એક બંધ મકાનને નિશાન બનાવ્યું હતું અને ઘરમાં પ્રવેશી સામાન વેર વિખેર કરી નાંખ્યો હતો જોકે કઈ ના મળતા તસ્કરો વીલા મોઢે પરત ફર્યા હતા.
મુકેશ વસવા : અંકલેશ્વર