ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC ની નવસર્જન બેન્ક પાસે એક વૈભવી કાર ચાલકે રસ્તા પર ચાલી રહેલા 7 થી 8 જેટલા વાહનોને અડફેટમાં લીધા હતા. એકસાથે 7 થી 8 જેટલા વાહનો અથાડવા પાછળ શું તે નશામાં હતો? જે તપાસનો વિષય બન્યો હતો. અકસ્માતમાં કોઈને જાનહાની તો નહીં પરંતુ લોકોને આર્થિક રીતે ઘણું નુકશાન પહોંચ્યું હતું.
બનાવ અંગે વિગતવાર મળતી માહીતી અનુસાર ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC ની નવસર્જન બેન્ક પાસે એક મોટી હોનારત સર્જાઈ હતી. જેમાં એક લકઝરિયર્સ કાર ચાલકે રસ્તા પર જ 7 થી 8 જેટલાં વાહનોને પોતાના સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવીને અડફેટે લીધા હતા. શ્રેણીબદ્ધ અકસ્માતો બાદ અંકલેશ્વર જી. આઈ. ડી. સી. પોલીસને જાણ કરવામાં આવી હતી અને વાહનોને નુકશાન પહોંચાડનાર વિરૂધ્ધ વાહનચાલકો આક્રમક થયા હતા ત્યારે GIDC પોલીસે ઘટના સ્થળે પહોંચી આક્રમક વાહનચાલકોને થાળે પાડયા હતા અને મામલો શાંત કરી વૈભવી કાર ચાલક વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
અંકલેશ્વર GIDC ની નવસર્જન બેન્ક પાસે અકસ્માત : વૈભવી કારચાલકે 7 થી 8 વાહનોને લીધા અડફેટે.
Advertisement