સુરત એરપોર્ટ ખાતે ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.જેઓ છેલ્લા ચાર માસ થી સારવાર હેઠળ કોમા માં જતા રહ્યા હતા.માંગરોળ તાલુકાના નાંદોલા ગામના વતની અને વાંકલ ગામીત ફળિયા ના જમાઈ જે સુરત એરપોર્ટ ખાતે ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
પ્રાપ્ત વિગતો અનુસાર રણજીતભાઈ પાંચાભાઇ ચૌધરી (ઉં.વર્ષ ૪૮)જેઓ સુરત એરપોર્ટ ખાતે હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા.તેમને ચાર માસ અગાઉ ફરજ દરમિયાન એકાએક બાથરૂમમાં પડી જતા માથાના પાછળના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી તેમને સ્ટાફના પોલીસ મિત્રો ની મદદથી નજીકની વેસુ ની હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી પરંતુ સારવાર દરમિયાન તેઓ એકાએક કોમામાં જતા રહ્યા હતા જેથી ડોક્ટરની સલાહ મુજબ તેમને પોતાના ઘરે જ સારવાર આપવામાં આવી રહી હતી બે દિવસ અગાઉ તેમની વધુ તબિયત બગડતા તેમને તાત્કાલિક પિપલોદ ખાતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યા તેમને વધુ સારવાર દરમિયાન તા ૧૫/૧૦ નારોજ ચાલુ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.આજે સવારે ૧૬/૧૦ ના સિવિલ હોસ્પિટલ ખાતે તેમનું પીએમ કરી સવારના સાત વાગે તેમના પરિવાર,પી.આઇ એમ.એમ.પુવાર,પોલીસ સ્ટાફ સહિત ગાર્ડ ઓફ ઓનર આપી તમને સન્માન આપવા માં આવી પરિવારને સોંપી ડેટ બોડી વતન ખાતે મોકલી આપવામાં આવેલ હતી.
તેમના સમાજ તેમજ સગા સંબંધીઓને આ બાબતની જાણ થતા જ્યાં આજે સવારે ૧૧ વાગે તેમની અંતિમયાત્રા ગામમાં નીકળતા વાંકલ,નાંદોલા લવેટ,ઇસનપુર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકો ખૂબ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.
વિનોદ મૈસુરીયા : વાંકલ