બણભા ડુંગરે દશેરા પર્વ નિમિત્તે દેવી દેવતાઓના દર્શન માટે દર્શનાર્થીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા. માજી મંત્રી ગણપતસિંહ વસાવાએ બણભા ડુંગરને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવતા તેની નવી ઓળખ ઉભી થઈ છે. માંગરોળ, ઉમરપાડા, માંડવી, વાલિયા તાલુકામાંથી માતાજીના દર્શન કરવા મોટી સંખ્યામાં ઉમટી પડે છે. આ વિસ્તારના આદિવાસીઓ પહેલા બણભા ડુંગરે ધન ધાન્ય ચઢાવીને અનાજનો ઉપયોગ કરે છે. આજે માતાજી માટલીઓ લઈ બણભા ડુંગરે આવે છે.
માંગરોળ તાલુકાના બણભા ડુંગર વન પ્રવાસન કેન્દ્ર ખાતે આવેલ દેવી-દેવતાઓના મંદિરોમાં દશેરા પર્વ નિમિત્તે કોરોના ગાઇડલાઇનનાં નિયમોના પાલન સાથે શ્રદ્ધાળુઓને દર્શન માટે છૂટ આપવામાં આવતા દર્શનાર્થી ઉમટી પડ્યા હતા. વાંકલ વન વિભાગ રેંજ કચેરી અને સ્થાનિક બણભા ડુંગર વિકાસ ટ્રસ્ટ તેમજ ચાર ગામની સ્થાનિક વન સમિતિના આગેવાનો સરપંચોએ ચર્ચા વિચારણા કરી અંતે દશેરા પર્વ નિમિત્તે બણભા ડુંગર વન પ્રવાસન કેન્દ્ર ખાતે આવેલ મંદિરોમાં દેવી દેવતાના દર્શન માટે શ્રદ્ધાળુઓને છૂટ આપવાનો નક્કી કર્યું હતું જેમાં ચાલુ વર્ષે શ્રદ્ધાળુઓને કોરોના ગાઈડલાઈનના નિયમોને અનુસરીને દેવી-દેવતાના દર્શન માટે છૂટ આપવામાં આવી હતી. વન વિભાગ અને બણભા ડુંગર ટ્રસ્ટ દ્વારા છાસનું મફતમાં વિતરણ કરવામાં આવ્યું હતું. માંગરોળના ધારાસભ્ય ગણપતસિંહ વસાવા અને સુરત જિલ્લા પંચાયતના દંડક દિનેશ સુરતીએ દશેરાની શુભેચ્છા પાઠવી હતી. વાંકલ વન વિભાગ અને માંગરોળ પોલીસ મથક દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
વિનોદ મૈસૂરિયા : વાંકલ