અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનમાં શહેર પીઆઇ રબારી સાહેબની અધ્યક્ષતામાં એક અગત્યની મિટિંગ અંકલેશ્વર શહેર તાલુકા ઇદે મિલાદુન્નબી કમિટીના આયોજકો સાથે યોજાઈ. જેમાં રબારી સાહેબને રજુઆત કરાઇ કે અમે અમારા તહેવારની ઉજવણી સરકારના ચુસ્ત પાલન સાથે કરવા માંગીએ છીએ, રબારી સાહેબ દ્વારા જણાવાયું કે એસડીએમ સાહેબ તેમજ ડીએસપી સાહેબ જોડે ચર્ચા કરી તમારી રજુઆત આગળ પહોંચાડશે, તેમજ કમિટી સભ્ય વસીમ ફડવાલા દ્વારા જણાવાયું હતું કે સરકારની ગાઇડલાઇન હાલ વધુમાં વધુ 400 માણસો સુધી ભેગા થઇ કાર્યક્રમો યોજી શકે છે એમ છે પરંતુ દર વર્ષે જે રીતે શહેરમાં ફક્ત એક જુલુસ નીકળતું હતું તેમાં સંખ્યા વધી જવાથી તે હાલની પરિસ્થિતિ જોતા શક્ય નથી જેથી બધા વિસ્તારના લોકો પોતપોતાના વિસ્તારમાં ઇદે મિલાદુન્નબીની ઉજવણી તથા જે કાંઈ ધાર્મિક વિધિ છે તે સરકારની ગાઈડલાઇનના પાલન સાથે ઉજવાય તેવી વિનંતી કરવામાં આવી હતી.
આ પ્રંસગે કમિટીના બખ્તિયાર પટેલ, વસીમ ફડવાલા, ફારૂકભાઈ શેખ પેટ્રોલિયમવાળા, હનીફભાઇ મલેક, ગ્યાસુદ્દીનભાઈ શેખ, અમજદ પઠાણ, ફારૂક શેખ, હનીફ ભરૂચી, શબ્બીરહુસેન પપ્પુ, શેરઅલીખાન, મોહમ્મદ અલી શેખ, નજમુદ્દીન ભોલા, સાદિકભાઈ શેખ, સેફાન શેખ, અમાન પઠાણ વગેરે હાજર રહ્યા હતા.
અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનમાં ઇદે મિલાદુન્નબી કમિટી સાથે મિટિંગ યોજાઇ.
Advertisement