અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત ઇ.એન. જીનવાલા હાઈસ્કૂલને ઓ.એન.જી.સી દ્વારા 50 લાખના ખર્ચે રીનોવેશન કરવામાં આવ્યું હતું જેને નગરપાલિકાના પ્રમુખ સહીતના સભ્યોની ઉપસ્થિતિમાં ઓ.એન.જી.સી ના એસેટ મેનેજરના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત ઈ.એન જીનવાલા હાઈસ્કૂલના બિલ્ડીંગ સહીતના રીનોવેશન માટે પાલિકા તંત્ર દ્વારા ૨૦૧૮ માં એક પ્રોજેકટ બનાવીને અંકલેશ્વર ઓએનજીસી એસેટ મેનેજરને સુપરત કરાયો હતો.
જેમાં ઓ.એન.જી.સી અંકલેશ્વર દ્વારા સી.એસ.આર ફંડમાંથી ૫૦ લાખ જેટલી રકમની ફાળવણી કરી હાઈસ્કૂલનું રીનોવેશનની કામગીરી કરી હતી, આ કામગીરી પૂર્ણ થતા ઓ.એન.જી.સી ના એસેટ મેનેજર વિજયકુમાર ગોખલેના વરદ હસ્તે હાઈસ્કૂલને ખુલ્લી મુકવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ વિનય વસાવા, પાલિકાના કારોબારી ચેરમેન સંદીપ પટેલ, ચીફ ઓફિસર માધ્યમિક શિક્ષણ સમિતિના ચેરમેન કિંજલબેન ચૌહાણ, ઓએનજીસી ના અધિકારીઓ અને જીનવાલા સ્કૂલના શિક્ષકો ઉપસ્થિત રહ્યાં હતા. આ પ્રસંગે નગરપાલિકાના કર્મચારીઓ અને સ્કૂલના પૂર્વ શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું.
મુકેશ વસાવા : અંકલેશ્વર