Proud of Gujarat
FeaturedINDIAinternational

દુર્ગા પૂજા પર બાંગ્લાદેશમાં કોમી રમખાણો ફાટી નીકળ્યા

Share

બાંગ્લાદેશમાં હિન્દુઓ પર ફરી એકવાર હુમલાની ઘટના સામે આવી છે. અહીં દુર્ગાપૂજાના ઉત્સવ દરમિયાન જ હિન્દુ મંદિરોમાં તોડફોડ કરવામાં આવતા રમખાણો ફાટી નીકળ્યા છે. કોમી તોફાનોમાં 3 લોકોના મૃત્યુ થયા છે, જ્યારે અનેક લોકો ઈજા પામ્યા હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં બાંગ્લાદેશ સરકારે પરિસ્થિતિને કાબુમાં લેવા માટે 22 જિલ્લામાં અર્ધલશ્કરી દળોને તૈનાત કરી દીધા છે.

ઢાકાથી 100 કિલોમીટર દૂર કામિલા નામની જગ્યાએ ઈશનિંદાના આરોપ પછી મંદિરમાં તોડફોડ કરવામાં આવી છે. પોલીસે હિંસાને રોકવાના પ્રયાસ કર્યા હતા પરંતુ તે નિષ્ફળ રહ્યાં હતાં. ચાંદપુરના હાજીગંજ, ચત્તોરગ્રામના બાંસખલી અને કોકસ બજારના પેકુઆમાં હિંસક તોફાનો ફાટી નીકળ્યા છે. પરિસ્થિતિ કાબુ બહાર જતી રહી અને ત્યાર બાદ અનેક દુર્ગા મંદિરો પર રમખાણો ફાટી નીકળ્યા છે. આ રમખાણોમાં ઓછામાં ઓછા 3 લોકો મૃત્યુ પામ્યા છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. ચાંદપુરના હાજીગંજ વિસ્તારમાં પોલીસ અને ટોળા વચ્ચેની અથડામણ દરમિયાન 3ના મોત થયા હતા.

Advertisement

કેન્દ્રીય ધાર્મિક મંત્રાલયે કાયદાને પોતાના હાથમાં ન લેવાની લોકોને અપીલ કરતી બાબત અંગે તાત્કાલિક નોટિસ જારી કરી છે. પ્રશાસને સામાન્ય લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે. અધિકારીઓએ કહ્યું છે કે ગુનેગારોને છોડવામાં આવશે નહીં. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે અધિકારીઓને વહેલી તકે ગુનેગારોને પકડવાનો આદેશ આપ્યો છે. પરિસ્થિતિ હાથમાંથી બહાર જતી જોઈને બાંગ્લાદેશ સરકારે દેશની પોલીસ રેપિડ એક્શન બટાલિયન (આરએબી) અને અર્ધલશ્કરી દળ એટલે કે બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ (બીજીબી) ના આતંકવાદ વિરોધી એકમને તૈનાત કર્યા છે.


Share

Related posts

ગોધરા શહેરમા ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના કેરી રસની હાટડીઓ પર દરોડા.અખાદ્ય કેરી રસનો જથ્થો નાશ કરાયો.

ProudOfGujarat

ભરૂચની આશુતોષ સોસાયટીમાં લટાર મારતા તસ્કરો સીસીટીવીમાં થયા કેદ.

ProudOfGujarat

ઝાલોદ નગર મા અઘઁ પાગલ ફરતી બાઈ ને તેના પોતાના વતન કણાઁટક મુકવા માટે ઝાલોદ ની ટીમ આજ રોજ રવાના થઈ તે ટીમ ને ખુબ ખુબ અભિનંદન તેમજ પી.એસ.આઈ.પરમાર સાહેબ ને પણ ખુબ ખુબ અભિનંદન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!