ગોધરા તાલુકાના ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં પડતી મુશ્કેલીઓ દૂર કરવા અને ખેડૂતોને નિયમિત, બિનચુક આ યોજનાનો લાભ મળે તે માટે ખેતીવાડી શાખા જિલ્લા પંચાયત ગોધરા દ્વારા કિસાન સન્માનનિધિ યોજનામાં ખેડૂત નોંધણી અને બેન્ક એકાઉન્ટ સુધારણા કેમ્પ રામપુર પંચાયત જોડકા ખાતે રાખવામા આવ્યો હતો. જેમા મોટી સંખ્યામાં ખેડૂતોએ લાભ લીધો હતો. બજાર સમિતિના ચેરમેન રાજેશભાઈ ચૌહાણે જણાવ્યુ હતુ કે તાલુકાના તમામ ખેડૂતભાઈઓને યોજનાનો લાભ મળે અને સહાયના નાણાં ખેડુતો ન મળે કે કોઈ મુશ્કેલીઓ પડતી હશે તો તે દૂર કરવા એપીએમસી ગોધરા તમામ પ્રકારે ખેડૂતોને મદદરૂપ બનશે જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા જણાવેલ કે અગાઉ પણ ઓરવાડા ખાતે કિસાન સન્માનનિધિનું કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું અને ભવિષ્યમાં પણ ખેડૂતોને આ યોજનાનો કોઈપણ મુશ્કેલીઓ વગર નિયમિત લાભ મળે તે માટે જરૂરિયાત મુજબના વિવિધ સ્થળોએ કેમ્પનું આયોજન કરવામાં આવશે.
ગ્રામપંચાયતના સરપંચએ તમામ મહાનુભવો, આમંત્રિત મહેમાનોનું સ્વાગત કરી આભાર માન્યો હતો. આ કેમ્પમાં ગોધરાના ધારાસભ્ય સી.કે. રાઉલજી, માજી સાંસદ પ્રભાતસિંહ ચૌહાણ, એપીએમસી ગોધરાના ચેરમેન રાજેન્દ્રસિંહ વી. ચૌહાણ, અરવિંદ સિંહ પરમાર, દંડક જિલ્લા પંચાયત પંચમહાલ, ગોપાલભાઈ પટેલ, કા.સભ્ય ગુજરાત પ્રદેશ ભાજપ, વિનોદભાઈ ભગોરા, જિલ્લા પંચાયત સભ્ય ખુમાનસિંહ ચૌહાણ પ્રમુખ, ભારતીય કિસાન સંઘ પંચમહાલ, અશ્વિનભાઈ પટેલ ચેરમેન ગોધરા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી, તાલુકા પંચાયતના સભ્યઓ, ગ્રામ પંચાયતના સરપંચઓ, સભ્યો જિલ્લા ખેતીવાડી અધિકારી અને જિલ્લા પંચાયતની ખેતીવાડી શાખાના અધિકારીઓ, કર્મચારી ઉપસ્થિત રહ્યા હતાં.
પંચમહાલ રાજુ સોલંકી