શહેરા ભાગોળ રેલ્વે ફાટક પાસે આવેલ ચમન મસ્જિદ નજીક પસાર થતી ગટર લાઈનમાં ભંગાણ પડવાથી રોડનું ગંદુ પાણી ચારેય તરફ ફરી વળતા રેલમછેલના દ્રશ્યો સર્જાયા હતા પરિણામે રોડ ઉપરનું ગંદુ પાણી ડામર રોડ ઉપર આવી જતાં રોડનું ધોવાણ થયું છે અને હાલ મસમોટા ખાડા પડી ગયા છે જેના કારણે અકસ્માત સર્જાય તેવી ભીતિ સેવાઈ રહી છે. આ ખાડાઓના કારણે અવારનવાર નાના મોટા અકસ્માતો સર્જાય છે આથી આ વોર્ડના સભ્ય દીવાબેન વિઠ્ઠલભાઈ પરમારે ગોધરા નગરપાલિકા પ્રમુખ સહિત ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી ગટરનું રીપેરીંગ અને ડામર રોડ ઉપર પડેલ મસમોટા ખાડાઓનું પેચવર્ક કરવા માટે આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી હતી. શહેરા ભાગોળ રેલ્વે ફાટકને અડીને ચમન મસ્જિદ આવેલી છે અને ત્યાં એક ગટરલાઈનમાં ભંગાણ સર્જાતા ગટરની દિવાલ તૂટી જવાના કારણે ગટરનું ગંદુ પાણી રોડ ઉપર ફરી વળ્યું છે જેના લીધે ડામર રોડ ધોવાઈ ગયેલ છે અને આ રોડ ઉપર મસમોટા ખાડા પડી ગયા છે.
આ ઉપરાંત આ વિસ્તારમાં રેલ્વે ફાટક પસાર થાય છે જ્યાં રોજબરોજ ટ્રાફિકની સમસ્યા છે અને ભારદાર વાહનો, તેમજ એફસીઆઈ ગોડાઉન નજર હોવાને કારણે આ રોડ ઉપરથી ખાતર, સિમેન્ટ, અનાજની રેક લાગે છે ત્યારે ભારદારી ટ્રકો આ રોડ પરથી પસાર થતા હોય છે અને શાળાએ જતા બાળકો આ રોડ પરથી પસાર થતા હોય છે. જ્યારે રેલ્વે ફાટક ખુલે છે ત્યારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા હોય છે પરિણામે નાના મોટા અકસ્માતો સર્જાતા હોય છે માટે કોઈ મોટી દુર્ઘટના ન સર્જાઈ તે માટે સત્વરે આ ગટર લાઈનનું જમીનથી લેવલ કરી પ્લાસ્ટર કરી ડામર રોડનું જે ધોવાણ થયું છે તે રોડનું પેચવર્ક રીપેરીંગ કામ કરવા માટે ગોધરા નગરપાલિકાના સભ્ય દીવાબેન વિઠ્ઠલભાઈ પરમારે નગરપાલિકા પ્રમુખ સહિત ચીફ ઓફિસરને રજૂઆત કરી તાત્કાલિક ધોરણે આ રોડની કામગીરી કરવા માટે રજૂઆત કરવામાં આવી છે.
પંચમહાલ ગોધરા રાજુ સોલંકી