માંગરોળ તાલુકા પંચાયત ભવનમાં નવરાત્રીની આઠમ તિથિએ દેવીની ખાસ પૂજા અર્ચનાનો કાર્યક્મ રાખવામાં આવ્યો હતો. વાંકલ ગામે આઠમ નિમિતે અંબાજી માતાના મંદિરે હોમ હવન, પૂજા અર્ચનાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
ત્રેટાયુગથી નવરાત્રીની આઠમનું ખાસ મહત્વ બતાવવામાં આવ્યું છે. જયારે શ્રીરામજીએ રાવણ ઉપર વિજયની કામના સાથે શક્તિ આરાધના કરી હતી. દેવી મહાપુરાણ પ્રમાણે આઠમ તીથીએ દેવી પ્રગટ થયા હતા અને આઠમની તિથિએ ભૈરવ પણ પ્રગટ થયા હતા તેથી આઠમની તિથિનું ખાસ મહત્વ માનવામાં આવે છે. પૂજા વિધીમાં માંગરોળ તાલુકા પંચાયતના પ્રમુખ ચંદન ગામીત, ઉપપ્રમુખ ભરત પટેલ, દિપક વસાવા, અનિલશાહ, માંગરોળ ટીડીઓ પઢીયાર, અધ્યક્ષ મહાવીર સિંહ, મુકુંદ પટેલ, માંગરોળ તાલુકા પંચાયતના સભ્યો હાજર રહ્યા હતા. વાંકલ ખાતે ભાવિક ભક્તોએ હોમ હવન, માતાજીના દર્શનનો લાભ લીધો હતો. સમગ્ર કાર્યક્રમનું આયોજન અંબાજી મંદિરના પ્રમુખ કલ્પેશભાઈ દેસાઈ અને પ્રવીણભાઈ મોદી દ્વારા કરવામાં આવ્યું હતું.
વિનોદ મૈસૂરિયા : વાંકલ